ગુજરાત

મસાલાની સોડમ પર લાગ્યું મોંઘવારીનું ગ્રહણ ! ભાવમાં થયો તોતિંગ વધારો

Text To Speech
  • મસાલા ભરવાની સિઝનમાં જ કિંમતમાં થયો વધારો
  • કશ્મીરી લાલ મરચાંનો ભાવ આસમાને પહોંચ્યો
  • ડ્રાયફ્રુટ્સ કરતા પણ મોંઘા થયા મસાલા

મોંઘવારીના માર વચ્ચે મરી અને મસાલાની કિંમતમાં વધારો થયો છે. મસાલા ભરવાની સિઝનમાં જ મસાલાના ભાવમાં ઘરખમ વધારો થયો છે. દિવસેને દિવસેને મોંઘવારી વધતી જઈ રહી છે. ત્યારે આ વખતે મસાલાને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યુ છે.

મસાલાના ભાવ પહોંચ્યા આસમાને

હાલની સિઝનમાં ગૃહિણીઓ આખા વર્ષના મસાલા એકસાથે ભરતા હોય છે. આ મસાલામાં મરચું, હળદર, ધાણા અને જીરુંનો સમાવેશ થાય છે. ત્યારે આ મસાલાની કિમતો વઘતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને કશ્મીરી લાલ મરચાંનો ભાવ સૌથી વધારે ઉંચો ગયો છે.કાશ્મીરી લાલ મરચાનો ભાવ 850 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. ગુજરાતીઓમાં કશ્મીરી લાલ મરચાની ડિમાન્ડ ઘણી વધારે છે. જ્યારે જીરુ હાલ 600 રૂપિયા પ્રતિ કિલો છૂટક બજારમાં વેચાઈ રહ્યું છે. આમ મસાલાના ભાવ ડ્રાયફ્રુટ્સના ભાવ કરતા પણ ઉંચે પહોંચી ગયા છે.

મરચા-મસાલાના ભાવ-humdekhengenews

મસાલાઓના ભાવ ડ્રાયફ્રુટ્સ કરતા પણ વધારે

મહત્વનું છે કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેની સીધી અસર વિવિધ વસ્તુઓના ભાવ પર થઈ રહી છે. અને કદાચ પહેલી વાર એવું બન્યું હશે કે મસાલાઓના ભાવ ડ્રાયફ્રુટ્સની કિંમતને પણ વટાવી ચૂક્યા હોય.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં દુર્ધટના : PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ, મૃતકોના પરિજનનોને 2 લાખ સહાયની જાહેરાત

Back to top button