ટોપ ન્યૂઝનેશનલ

બિહારમાં વધું એક લઠ્ઠાકાંડ ? મોતિહારીમાં 8 લોકોના શંકાસ્પદ મોતથી હડકંપ

Text To Speech
  • બિહારમાં વધું એક લઠ્ઠાકાંડની આશંકા
  • મોતિહારીમાં 8 લોકોના શંકાસ્પદ મોત
  • ઝેરી દારૂ પીવાથી મોતની આશંકા

બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂએ તાંડવ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. બિહારના મોતિહારીમાં શુક્રવાર રાત સુધી 8 લોકોના શંકાસ્પદ હાલતમાં મોત થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે આ લોકો ઝેરી દારૂ પીને મોતને ભેટ્યા છે. જ્યારે મૃતકના પરિજનો આ વાતને નકારી રહ્યા છે. વહીવટી તંત્રના પણ આ વાતને નકારી રહ્યા છે. જો કે અન્ય લોકોની પણ હાલત પણ નાજુક છે. જેથી મૃત્યુઆંક વધી શકે છે.

દારુથી મોત-humdekhengenews

ચંપારણમાં અનેક લોકોના મોતથી ખળભળાટ

બિહારમાં ફરી એકવાર એક સાથે અનેક લોકોના શંકાસ્પદ હાલતમાં મોત થયા છે. પૂર્વ ચંપારણમાં અનેક લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. તુર્કોલિયાના લક્ષ્મીપુરમાં એક પછી એક ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ચારેયની એકાએક તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરનું કહેવું છે કે તેનું મૃત્યુ કોઈ ઝેરી પીણું પીવાથી થયું છે. ત્યારે ઝેરી દારૂ પીવાથી મોતની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. આ સાથે મુઝફ્ફરપુરના SKMCHમાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. આમ કુલ આઠ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે છ લોકોએ આંખોની રોશની ગુમાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે મૃત્યુંઆંકમાં   વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામા આવી રહી છે.

દારુથી મોત-humdekhengenews

અલગ-અલગ જગ્યાએ લોકોના શંકાસ્પદ મોત

ઝેરી પીણું પીવાથી અલગ-અલગ જગ્યાએ 8 લોકોના મોત થયા છે. પ્રથમ મૃત્યુ તુર્કીલિયામાં રામેશ્વર રામ નામના વ્યક્તિનું થયું હતું. જ્યારે બે લોકોના SKMCH મુઝફ્ફરપુરમાં સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે ધ્રુવ પાસવાનનું શુક્રવારે મોડી રાત્રે તુર્કીલિયામાં જ એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બાદમાં વધુ 4 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. રામેશ્વર રામની સારવાર કરનારા ડૉ. વિનોદ પ્રસાદે જણાવ્યું કે મૃત્યુનું કારણ ઝેરી પીણું પીવું હતું. જો કે પ્રશાસન અને પોલીસનું કહેવું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાય તેમ છે.

આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો, અમદાવાદના વેપારીએ નોંધાવી ફરિયાદ

Back to top button