ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં નકલી RC બુક આધારે ગાડીઓ વેચતા કૌંભાડનો પર્દાફાશ થયો

  • પોલીસે ધોળકાના બે અને અમદાવાદના એક શખ્સને ઝડપી પાડ્યો
  • શ્રીજી મોટર્સ નામની વાહન લે વેચની ઓફ્સિમાં દરોડા પાડ્યા
  • આરોપી જેમની પાસે આર.સી.બુકો બનાવડાવતો તમામ સામે ફરિયાદ થઇ

ભાવનગરમાં આરોપીઓ ફાઈનાન્સ અને બેંકે સીજીંગ કરેલા વાહનો ખરીદી ખોટી બુક આધારે વેંચાતા હતા. જેમાં 281- આર.સી.બુક સ્માર્ટ કાર્ડ, મોબાઇલ ફોન, બે લેપટોપ, એક પ્રિન્ટર બરામત કરાયું છે. શહેરની નારી ચોકડી પાસેથી સંસ્કાર મંડળના શખ્સને ડુપ્લીકેટ આરસી બુકો સાથે ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કોર્વોડના સ્ટાફે ખોટી આરસી બુક આધારે બેંક અને ફાઈનાન્સ કંપનીએ સીજીંગ કરેલ ગાડીઓ વેંચી મારવાનું કૌંભાડ બેનકાબ કર્યું હતું. જ્યારે ઉક્ત કેસની તપાસ હાથ ધરી પોલીસે ધોળકાના બે અને અમદાવાદના એક શખ્સને ઝડપી પાડી તેના કબજામાંથી આર.સી.બુક સ્માર્ટ કાર્ડ – 281, મોબાઇલ ફેન, લેપટોપ- 2, પ્રિન્ટર -1 બરામત કર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરની સ્ટેમ્પ ડયૂટીની આવક જાણી રહેશો દંગ 

વાહનોની લે-વેચની આડમાં બોગસ (ડુપ્લીકેટ આર.સી બુકો) બનાવતો

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર પેરોલ ર્ફ્લો સ્ક્વોડના હેંડ કોન્સ. પ્રદિપસિહ ગોહિલને બાતમી હકિકત મળેલ હતી કે વરતેજ નારી ચોકડી વચ્ચે પાવર હાઉસ (જી.ઇ.બી સબ સ્ટેશન) સામે કન્ટેનરમાં આવેલ શ્રીજી મોટર્સ નામની ઓફ્સિમાં જુના વાહનોની લે-વેચ કરનાર હિમાંશુ હર્ષદભાઇ જગડ રહેવાસી ભાવનગર વાળો પોતાની ઓફ્સિમાં વાહનોની લે-વેચની આડમાં બોગસ (ડુપ્લીકેટ આર.સી બુકો) બહારગામના કોઇ આર.ટી.ઓ એજન્ટો પાસે બનાવડાવી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં અશાંત ધારા મામલે લોકો 19 વર્ષથી હેરાન છતાં તંત્ર બેધ્યાન 

શ્રીજી મોટર્સ નામની વાહન લે વેચની ઓફ્સિમાં દરોડા પાડ્યા

આ બોગસ આર.સી. બુકો આધારે વાહનો લે-વેચ કરે છે. જે બાતમી હકિકત ડેવલોપ કરી એલ.સી.બી તથા પેરોલ ર્ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફ્ સાથે આર.ટી.ઓ અધિકારીને સાથે રાખી વરતેજ જી.ઇ.બી સબ સ્ટેશન સામે શ્રીજી મોટર્સ નામની વાહન લે વેચની ઓફ્સિમાં દરોડા પાડ્યા હતા. હિમાંશુ ર્ષદભાઇ જગડ (ઉ.વ.33 રહે. અક્ષરદિપ કોમ્પ્લેક્ષ સંસ્કાર મંડળ ચોક ભાવનગર) મળી આવતા તેના કબજામાંથી 16 ચીપ વાળી આર.સી.બુકો (સ્માર્ટ કાર્ડ) બરામત કરી હતી. આર.ટી.ઓ અધિકારી પાસે મશીનમાં વેરીફઇ કરાવતા 11 આર.સી.બુકો બનાવટી હોવાનું અને 1 આર.સી.બુક કોરી બ્લેન્ક મળી આવેલ આરોપીની તેની પાસેથી મળી આવેલ બનાવટી આર.સી.બુકો બાબતે જણાવેલ કે તે ફાયનાન્સમાં સીઝ કરેલ વાહનો ઓકશનમાં ખરીદ કરી તેની બનાવટી આર.સી.બુકો બનાવી અને વાહનો વેચી મારતો હતો.

આ પણ વાંચો: ભાવનગર: ST બસના બુકિંગ માટે ખાનગીકરણ થતા કર્મચારીઓએ આપી આંદોલનની ચીમકી

આરોપી જેમની પાસે આર.સી.બુકો બનાવડાવતો તમામ સામે ફરિયાદ થઇ

જેથી પકડાયેલ આરોપી અને જેમની પાસે આર.સી.બુકો બનાવડાવતો તમામ સામે પેરોલ ર્ફ્લો સ્કોડના હેડ કોન્સપી.ડી.ગોહિલ સરકાર તરફે ફરિયાદ આપી ઇ. પી.કો 406, 420, 465, 467, 468, 471, 120(બી), 34 મુજબની કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. ઉક્ત કેસની તપાસ ક્રાઈમ બ્રાંચે હાથ ધરી ડુપ્લીકેટ આરસી બુક બનાવરાવી હિમાંશુને પહોંચતી કરનારા યાસીન મુસ્તફુાભાઇ મેમણ (ઉ.વ 36 રહે. ધોળકા જુનીનગરપાલીકા પાસે ટાવર બજાર ધોળકા), અફ્ઝલ મુસ્તુફભાઇ મેમણ (ઉ.વ 3ર રહે. ધોળકા જુની નગરપાલીકા પાસે ટાવર બજાર, ધોળકા), કૃત્વિક પ્રકાશચંદ્ર મોદી (રહે. શાયોના ગ્રીન એસ.જી.-હાઇવે ગોતા અમદાવાદ)ને ઝડપી પાડી તેના કબજામાંથી વધુ આર.સી.બુક સ્માર્ટ કાર્ડ – 281, મોબાઇલ ફેન, લેપટોપ- 2,પ્રિન્ટર -1બરામત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button