ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર: ST બસના બુકિંગ માટે ખાનગીકરણ થતા કર્મચારીઓએ આપી આંદોલનની ચીમકી

  • કર્મચારીના પગાર કરતા કમિશનનની રકમ વધુ ચૂકવવી પડશે
  • આવતીકાલથી ST બસનું બુકિંગ કરવા માટે ખાનગીકરણ થશે
  • કર્મચારીઓના યુનિયનોએ સામૂહિક રીતે રજૂઆત કરીને વિરોધ વ્યક્ત કર્યો

ભાવનગર આવતીકાલથી ST બસનું બુકિંગ કરવા માટે ખાનગીકરણ થશે. તેથી કર્મચારીઓમાં રોષ છે. જેમાં પરિપત્ર રદ નહિ કરાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. તેમાં ગેરરિતીઓ વધશે, નિગમને નુકસાનીની ભીતી છે. કર્મચારી યુનિયને જણાવ્યું છે કે કર્મચારીના પગાર કરતા કમિશનનની રકમ વધુ ચૂકવવી પડશે.

આ પણ વાંચો:

આવતીકાલથી ST બસનું બુકિંગ કરવા માટે ખાનગીકરણ થશે

આગામી તા.15/04/2023થી નિગમના બસ સ્ટેશન પર ઓનલાઈન બુકિંગ કરવા માટે અને કરંટ બુકિંગ કરવા માટે પ્રાઈવેટ પાર્ટીની નિમણૂંક કરવામાં આવેલ છે તેમજ આ પરિપત્રથી નિગમની બસોમાં પ્રતિ સીટ કમીશન નકકી કરવામાં આવેલ છે. જે મામલે નિગમના કર્મચારીઓના યુનિયનોએ સામૂહિક રીતે રજૂઆત કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાવનગર વિભાગીય નિયમક સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, નિગમ દ્વારા એડવાન્સ બુકિંગ દ્વારા ખુબ જ ઘણી આવક થઈ રહી છે અને આ કામગીરી ખૂબ જ સંતોષકારક રીતે નિગમના જ કર્મચારીઓ કરી રહ્યા છે. આ કામગીરી કરતા કર્મચારીઓનો પગાર ખર્ચ એટલો નથી જેટલું કમીશન પાર્ટીને આપવાનું થશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરની સ્ટેમ્પ ડયૂટીની આવક જાણી રહેશો દંગ 

ઓનલાઈન બુકિંગમાં જે ગેરરીતિ થયેલ તેવી ગેરરીતિ થવી પણ સંભવ

વધુમાં હાલ આ કામગીરી પ્રાઈવેટ પાર્ટીને સોપવામાં આવતા ભુતકાળમાં ઓનલાઈન બુકિંગમાં જે ગેરરીતિ થયેલ તેવી ગેરરીતિ થવી પણ સંભવ છે અને આ બાબતથી નિગમને ભયંકર નુકશાન થવાની ભીતિ છે. કર્મચારીઓ પણ ફાજલ થશે. આથી કર્મચારીઓની નોકરીની શરતોમાં પણ સેટલમેન્ટની જોગવાઈનો ભંગ કરી, ફેરફર થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત એડવાન્સ બુકિંગ સાથે કરંટ બુકિંગ પણ પ્રાઈવેટ પાર્ટીને આપતા નિગમને માટે કમીશન આપી, હાલ આવતી કાયદેસરની આવક ગુમાવવી પડે તેવી નોબત ઉભી થવા પામશે, કેમ કે આ પરિપત્રથી બસ સ્ટેશન સિવાય શહેરના અન્ય પોઈન્ટ પરથી પણ બુકિંગની જોગવાઈ કરેલ છે. આથી આવા કરંટ બુકિંગના કારણે ઘણી વખત પેસેન્જરોને સીટ ન મળતા કે અન્ય કારણે ફરજ પરના સ્ટાફ્ કે કંડકટરને પણ મુસાફરો સાથે ખોટા વિવાદો અને માથાકુટ થાય એવી શકયતા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં અશાંત ધારા મામલે લોકો 19 વર્ષથી હેરાન છતાં તંત્ર બેધ્યાન 

આ અંગે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ

આથી હાલની નિગમની જે પ્રથા છે એ નિગમના હિતમાં હોય તેમજ ઉપરોકત પ્રાઈવેટ પાર્ટીને આ કામગીરી સોપતા નિગમની કાયદેસરની આવકમાંથી કમીશન આપી નિગમને નુકશાન કરવા જેવી અને ખાનગીકરણ કરવા જેવી બાબત હોય, આ પરિપત્રનો નિગમના હિતમાં કામદારો વતી ઉગ્ર વિરોધ વ્યક્ત કરીને આ પરિપત્ર રદ કરવા માંગણી કરી હતી. આમ છતા વહીવટ દ્વારા નિગમના હિત વિરોધી આ પરિપત્રનો અમલ કરવામાં આવશે તો આ અંગે ના છુટકે અમોએ આંદોલન કરવાની ફરજ પડશે અને આ અંગે જે કઈ પ્રશ્ન કે પરિસ્થીતિ ઉભી થશે તે અંગે માન્ય સંગઠનના આગેવાનો કે વિભાગના કામદારો જવાબદાર રહેશે નહી, આ અંગે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી.

Back to top button