ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલહેલ્થ
ચારધામ યાત્રા પર જઇ રહ્યા છો? હેલ્થની આટલી બાબતોનું રાખો ધ્યાન
- આ વર્ષે ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઇ રહી છે.
- લોકોની વચ્ચે ચાર ધામ યાત્રાને લઇને જોર ઉત્સાહ છે.
- યાત્રા સ્થળ પર જતી વખતે આધાર કાર્ડ અને યાત્રા પાસ જરૂરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાર ધામ યાત્રાને લઇને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઇ રહી છે. ચારધામ યાત્રાની તૈયારીઓની વચ્ચે વધતા કોરોનાના કેસ લોકો અને પ્રશાસન માટે ચિંતાનું કારણ બન્યો છે. લોકોની વચ્ચે ચાર ધામ યાત્રાને લઇને જોર ઉત્સાહ છે. તમારી ચાર ધામ યાત્રા સુરક્ષિત અને આરોગ્યપ્રદ બની રહે તે માટે તમારે કેટલીક હેલ્થ ટિપ્સ ફોલો કરવી જોઇએ. જે તમારી ટ્રાવેલિંગની મજાને બેવડાવી શકે છે.
આટલું ધ્યાન રાખશો તો નહીં પડે તકલીફ
- ઉત્તરાખંડની ચારધામ યાત્રા જવા માટે શ્રદ્ધાળુઓ પોતાના હેલ્થ ચેકઅપ પછી જ યાત્રા માટે નીકળે.
- જો તમે પહેલેથી જ બિમાર હો તો તમારા ડોક્ટરની ચિઠ્ઠી, દવાઓ અને ફોન નંબર તમારી સાથે રાખો.
- તમે વૃદ્ધ હો અથવા બિમાર હો અથવા તો તમે કોવિડ સંક્રમિત રહી ચુક્યા હો તમે યાત્રા ન કરો અથવા તો થોડા સમય માટે ટાળી દો.
- તીર્થસ્થળ પર પહોંચતા પહેલા રસ્તામાં આરામ જરૂર કરો.
- યાત્રા સ્થળ પર જતી વખતે તમારી પાસે આધાર કાર્ડ અને યાત્રા પાસ હોવો જરૂરી છે. તેને તાત્કાલિક તમારી ટ્રાવેલિંગ બેગમાં રાખો.
- યાત્રા દરમિયાન ઠંડી હવાથી બચવા માટે તમારી સાથે ગરમ અને ઉનના કપડા સાથે જરૂર રાખો.
- તમારી ટ્રાવેલિંગ બેગમાં પેઇન કિલર, એન્ટીબાયોટિક્સ, શરદી-ખાંસીની દવા, એન્ટિસેપ્ટિક ક્રીમ, આયોડિન, તાવની દવા અને ફર્સ્ટ એઇડ કિટ રાખો.
- માથાનો દુખાવો. ચક્કર આવવા, ગભરામણ, હાર્ટબિટ તેજ થવી, ઉલ્ટી આવવી, હાથ પગ અને હોઠનો કલર વાદળી થઇ જવો, થાકી જવુ, શ્વાસ ચઢવો, ખાંસી આવવી અને બીજા લક્ષણો પર તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચો અને 104 હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો.
- યાત્રા દરમિયાન વચ્ચે વચ્ચે પાણી પીતા રહો અને કોશિસ કરો કે ખાલી પેટ ન રહો.
- લાંબી પગપાળા યાત્રા દરમિયાન વચ્ચે વચ્ચે રેસ્ટ લેતા રહો.
આ પણ વાંચોઃ વેઇટ લોસ માટે સલાડ ખાઇ રહ્યા હો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો