નેશનલ

દિલ્હીવાસીઓને મોટો ઝટકો ! આજથી સબસિડીવાળી વીજળી બંધ

  • આમ આદમી પાર્ટીનો મફત વીજળીને લઈને મોટો નિર્ણય 
  • આજથી દિલ્હીના લોકોને નહી મળે મફત વીજળી
  • એકસાથે 46 લાખ પરિવારોને મોટો ઝટકો લાગ્યો

દિલ્હીવાસીઓને આમ આદમી પાર્ટી દ્વારા મોટો ઝાટકો આપવમા આવ્યો છે. આજથી સબસિડીવાળી વીજળી બંધ કરી દેવામા આવી છે. દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ આ અંગે માહિતી આપી છે.ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું, ‘આજથી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી બંધ થઈ જશે. એટલે કે આવતીકાલથી સબસિડી બિલ આપવામાં આવશે નહીં.આપના આ નિર્ણયથી એકસાથે 46 લાખ પરિવારોને મોટો ઝટકો લાગ્યો છે.

હિલ્હી વીજળી -humdekhengenews

દિલ્હીમાં મફત વિજળી આજથી બંધ

ઉર્જા મંત્રી આતિશીએ  આજેે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,’આજથી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી બંધ થઈ જશે. સોમવારથી સબસિડી બિલ આપવામાં આવશે નહીં, કારણ કે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ગ્રાહકોને સબસિડી આપવા માટેની ફાઇલને હજુ સુધી મંજૂરી આપી નથી.

જણાવ્યુ આ કારણ

આતિશીએ વિજળી બંધ કરવાનુ કારણ આપતા જણાવ્યું કે ‘મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે કારણ કે AAP સરકારે આવતા વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે ફાઇલ દિલ્હી એલજી પાસે છે અને જ્યાં સુધી ફાઇલ પરત નહીં આવે ત્યાં સુધી. AAP સરકાર સબસિડી બિલ જારી કરી શકે નહીં. આ નિર્ણય દિલ્હીની જનતા માટે કોઈ મોટા ઝટકાથી ઓછો નથી.

દિલ્હીની એલજીએ  આપી આ પ્રતિક્રિયા

દિલ્હીમાં મફત વીજળી સબસિડી અંગે મંત્રી આતિષીના નિવેદન પર દિલ્હીની એલજી ઓફિસ તરફથી પણ પ્રતિક્રિયા આપવામા આવી છે. રાજભવનથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉર્જા મંત્રીને એલજી વિરુદ્ધ બિનજરૂરી રાજકારણ અને પાયાવિહોણા ખોટા આરોપોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેણે ખોટા નિવેદનોથી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉર્જા મંત્રીએ જનતાને જવાબ આપવો જોઈએ કે આ અંગેનો નિર્ણય 4 એપ્રિલ સુધી શા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો? જ્યારે અંતિમ તારીખ 15 એપ્રિલ હતી? એલજીને 11 એપ્રિલે જ ફાઇલ કેમ મોકલવામાં આવી? અને 13મી એપ્રિલે પત્ર લખીને આજે પત્રકાર પરિષદ યોજીને નાટકની શું જરૂર છે?

વીજળી સબસિડીને લઈને વિવાદ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને રાજ નિવાસ વચ્ચે વીજળી સબસિડીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલની સરકાર મફત વીજળી અને પાણી પરની સબસિડી પહેલાની જેમ ચાલુ રાખવા માંગે છે, જ્યારે એલજીએ પત્ર દ્વારા સૂચવ્યું હતું કે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં મોકલવામાં આવે.

આ પણ વાંચો : ભક્તો આનંદો! પાવાગઢના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને મળશે વધુ એક સુવિધા

Back to top button