બનાસકાંઠા: ડીસામાં ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે રેલી યોજાઇ
પાલનપુર: ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતી નિમિત્તે ડીસામાં વિશાળ રેલી સાથે બાબાસાહેબની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત રત્ન ડો. ભીમ રાવ આંબેડકર ની 134 મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી થઈ રહી છે. ત્યારે ડીસામાં એરપોર્ટ ચાર રસ્તા પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ કરી બાબાસાહેબ અમર રહો ના નારા લગાવ્યા હતા..
આ પ્રસંગે ડીસાની જાગૃતિ સ્કૂલ દ્વારા ભગવતી ચોકમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાથી વિશાળ રેલી યોજાઇ હતી.રેલી ફુવારા સર્કલ બગીચા થઈ એરપોર્ટ ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી.જ્યાં વિદ્યાર્થીઓ એ “જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા”અને “બાબા સાહેબ અમર રહો” તેવા નારા લગાવી બાબા સાહેબે દેશમાં દલિતો, વંચિતો, શોષિતો માટે કરેલા કાર્યોને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા લીધી હતી.
આ પણ વાંચો :પાટણ: સાંતલપુર પાસે ઝઝામ નર્મદા કેનાલ બેસી ગઇ, ખેડૂતોના જીવ તાળવે