ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા તાલુકાના ખરડોસણ ગામના તલાટી વિરુદ્ધ આવેદન પત્ર આપાયુ

Text To Speech

પાલનપુર :ડીસા તાલુકાના ખરડોસણ ગામના તલાટી ગામના અનુસૂચિત જાતિ લોકોના કામ કરતા ન હોવાના તેમજ સભ્યોને હડધુત કરતા હોવાનો આક્ષેપ કરી ગ્રામ પંચાયતના સભ્ય તેમજ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તલાટીની બદલી કરવાની માગણી કરી છે.

તલાટી અનુસૂચિત લોકોના કામ કરતા ન હોવાનો આક્ષેપ

તલાટી-humdekhengenews

ડીસા તાલુકાના ખરડોસણ ગામના તલાટી તેઓને સૂચવેલા દિવસે ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી તેમ જ ગ્રામજનોના કોઈ કામ કરતા નથી. ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6 ના સભ્ય ભરતભાઈ નાગરભાઈ વાઘેલા સહિત ગ્રામજનોએ ડીસા તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપી તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તેઓ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે અને તેમના દ્વારા સૂચવાયેલા રોડ રસ્તા ગટરના કામો તેમજ વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, આવાસ યોજનાના સરકારી લાભોના કોઈ કામોની રજૂઆત સાંભળતા નથી તેમજ ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોને તેમજ સભ્યોને હડધુત કરે છે. કોઈ રજૂઆત કરવા જાય તો તેઓની વિડીયોગ્રાફી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે.આથી ગ્રામજનોએ તલાટીની તાત્કાલિક અસરથી બદલી કરવાની માંગ કરી છે અને જો બદલી નહીં થાય તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો :ડીસાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન ગોવાભાઈ દેસાઈ જુથને ગુજરાત હાઈકોર્ટ નો ઝટકો

Back to top button