Rajkot : મારવાડી યુનિવર્સિટીના અત્યાર સુધીના વિવાદ, જાણો માત્ર એક ક્લિકમાં !
રાજકોટની ખાનગી મારવાડી યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી કઈકને કઈક વાતને લઈને સતત વિવાદમાં રહે છે ત્યારે હવે ફરી એક નવો વિવાદ ઊભો થયો છે. મળતી માહિતી મુજબ રાજકોટની નામચીન યુનિવર્સિટી કે જ્યાં દેશ વિદેશના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે ત્યાં ગાંજાના છોડ મળી આવતા ફરી યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. અગાઉ પણ આ યુનિવર્સિટી અન્ય બાબતોને લઈને પણ વિવાદમાં રહેલી છે. હજુ હમણાં થોડા સમય અગાઉની જ વાત કરવામાં આવે તો વર્ષના આરંભે જ મારવાડી યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના એક દલિત વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો કે તેના સહાધ્યાયીઓએ તેની જાતિના કારણે તેને માર માર્યો હતો. જે મામલે પોલીસે જણાવ્યું હતું કે ચાર વિદ્યાર્થીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બપોરના સુમારે ચાર જાણીતા અને એક અજાણ્યા વિદ્યાર્થીએ પીડિતને લાતો મારીને બેરહેમીથી માર માર્યો હતો, જેના કારણે તે લગભગ બેભાન થઈ ગયો હતો, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પીડિત વિદ્યાર્થીએ એમ પણ જણાવ્યું હતું કે છ મહિના પહેલાં, આરોપીઓએ તેને ટોણો માર્યો હતો કે તે અનુસૂચિત જાતિનો હોવાથી તેણે કૉલેજમાં મફતમાં પ્રવેશ મેળવ્યો છે, બાકી અહિયાં ભણવા માટે આર્થિક રીતે સક્ષમ નથી. આ ઘટના ફેબ્રુઆરી 2023 ની છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા એક વિદ્યાર્થીએ હોસ્ટેલની બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતી કારણ કે તેને કોલેજના શિક્ષકો દ્વારા હેરાન કરવામાં આવતો હતો. છોકરી અને છોકરાના ઘનિષ્ઠ સંબંધની વિડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ફરતી હતી. તે સમયે પણ ખૂબ વિવાદ થયો હતો પણ યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનું કેટલાક મની રહ્યા હતા. 20 ઓક્ટોબરના 2022 ના રોજ, 19 વર્ષીય વિદ્યાર્થી દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા એક મહિનામાં પાંચ વિદ્યાર્થીઓએ તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું હતું. આ મામલે પણ પોલીસે ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદથી ભાવનગરનો સૌથી વધુ ધમધમતો રોડ આજથી આ તારીખ સુધી રહેશે બંધ
રાજકોટ પોલીસે ફરિયાદના સંદર્ભમાં લગભગ 15 પુરાવા એકત્ર કર્યા હતા, જેમાં આરોપીના રૂમમાંથી બ્રશ, સેનિટાઈઝર, મધ, દોરડાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ પીડિત સાથે દુષ્કર્મ કરતી વખતે કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા કાપવામાં આવેલા પીડિતાના વાળ પણ રૂમમાંથી પણ મળી આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તે એ પણ તપાસ કરી રહી છે કે અન્ય કોઈ વિદ્યાર્થીઓ આરોપીઓનો ભોગ બન્યા હતા કે કેમ.