RSS વડા મોહન ભાગવત આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, 8 વર્ષ બાદ જાહેર મંચ પરથી કરશે ‘સંબોધન’
- RSS વડા મોહન ભાગવત આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
- ગુજરાતમાં સંઘના કાર્યક્રમોમાં આપશે હાજરી
- અમદાવાદમાં સંઘ કાર્યકરો સાથે કરશે બેઠક
RSS વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત આવશે. આજે RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે . અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર આ શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. જે અંતર્ગત આજે મોહન ભાગવત ગુજરાત આવી રહ્યા છે. મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અને આ બે દિવસ બે દિવસ ગુજરાતમાં અલગ અલગ બેઠકો કરશે.
મોહન ભાગવત આજથી ગુજરાતની મુલાકાતે
2024ની લોકસભા ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે તેને લઈને અમદાવાદમા આયોજન કરવામા આવ્યું છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર આજે RSS શક્તિ પ્રદર્શન કરશે. જેમાં ભાગ લેવા માટે RSS વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મ આયાર્ય સભાનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા. ત્યારે આજે ફરી એક વાર તેઓ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.
GMDC ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને કરશે સંબોધન
આજે મોહન ભાગવત અમદાવાદ આવશે અને GMDC ગ્રાઉન્ડ પર સંઘ સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં 10 હજારથી વધુ કાર્યકર્તા ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આજે સાંજે GMDC ગ્રાઉન્ડ પર મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે.વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા RSSની આ સભા રાજકીય રીતે પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન આપવામા આવતું હોય છે.
આ પણ વાંચો : શું હવે માવઠાથી મળશે રાહત ? હવામાન વિભાગે કરી વધુ એક આગાહી