ગુજરાતટોપ ન્યૂઝ

8 મહિના બાદ ઝવેરી કમિશને ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો, હવે નવું રાજકારણ શરૂ !

Text To Speech

ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા જસ્ટિસ ઝવેરી કમિશને ગુરુવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઓબીસી બેઠકો નક્કી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત લાગુ થવાને કારણે ભાજપના ઓબીસી આંદોલનને પણ પાંખો મળી શકે છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા જસ્ટિસ કે. કે. એસ ઝવેરી કમિશનની રચના 2022માં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat : સરકારે પ્રવાસન સ્થળોના વિકાસ માટે નાણાકીય સહાય કરી બમણી

આયોગે રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોનો અભ્યાસ કર્યા બાદ OBCની સામાજિક અને આર્થિક સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. જસ્ટિસ ઝવેરીએ કહ્યું હતું કે 700 થી 800 પાનાનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટ બે ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં અભ્યાસ અહેવાલ અને બીજા ભાગમાં ભલામણો અને OBC સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હવે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી બેઠકો પણ નક્કી કરવામાં આવશે. રાજ્યના લગભગ 11 જિલ્લાઓમાં ઓબીસીની સંખ્યા ઘણી વધારે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમની અનામતનો નિર્ણય થયા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાની  પણ સંભાવના છે.દિવ્યાંગો અને યુવાનો સંચાલિત પોલિંગ સ્ટેશન બનશે ખાસઃ શું હશે મોડલ પોલિંગ સ્ટેશનમાં? hum dekhenge newsઆ વર્ષે ખેડા, બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 71 નગરપાલિકા અને 3835 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજવાની છે ત્યારે આ રિપોર્ટ આવ્યા બાદ 52 ટકા વસ્તી ધરાવતા OBC સમુદાયને અગાઉ જે 10 ટકા અનામત આપવામાં આવતું હતું તે હવે 27 ટકા મળશે એટલે રાજ્યના રાજકારણમાં પણ નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

Back to top button