જંત્રી દરને લઈ સૌથી મોટા સમાચાર, જાણો- સરકારે કરી શું મોટી જાહેરાત ?
ગુજરાત સરકારે નવા જંત્રી દરને લઈ મહત્વની અને મોટી જાહેરાત કરી છે. રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય 15/04/2023થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા 15/04/2023થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે.
-
રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો વસૂલવામાં આવશે
-
ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે
-
ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે
1) રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં 04/2/2023થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ 15/04/2023થી કરવાનુ અગાઉ 11/02/2023ના ઠરાવથી ઠરાવેલ.
2) આ દરોમાં
(ક) ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ
(ખ) જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા (દોઢા) કરવાનું, તેમજ દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ
(ગ) જંત્રી બાબતે ઇસ્યુ થયેલ 18/04/201ની ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો 04/2/2023થી બે ગણા કરેલ તેના બદલે હવે 15/04/2023થી આ દર 1.5 ગણા (દોઢા) કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
3) પ્રિમિયમના દરમાં ઘટાડો કરવા બાબત
➢ ખેતીથી – ખેતી ૨૫% ના બદલે 20% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.
➢ ખેતીથી – બિનખેતી 40% ને બદલે 30% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.
પેઈડ એફ.એસ.આઈ માટે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા
4) પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.
5) જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.
6) જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.
7) પેઈડ એફ.એસ.આઈ. માટે નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.