ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMC એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને આ તારીખ સુધી આપશે રિબેટ

  • ટેક્સ ભરે તો કરદાતાઓને ડબલ બોનાન્ઝાનો લાભ મળશે
  • ટેક્સ ભરનાર માટે તા.18 એપ્રિલથી 12થી 15 ટકા રિબેટ સ્કીમ
  • 15 ટકા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાગુ કરાઈ છે

AMC દ્વારા તા. 18 એપ્રિલથી તા. 17 મે સુધી એક મહિના માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12થી 15 ટકા રીબેટ આપવાની સ્કીમ અમલમાં મૂકવામાં આવશે. આ હેતુસર AMCની રેવન્યુ કમિટીમાં દરખાસ્તને મંજૂર કરાઈ છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં લીલીઝંડી અપાયા પછી એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમ અમલી બનશે.

આ પણ વાંચો: રાજ્યમાં પ્રથમ વખત આ શહેરમાં હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ થયો 

પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ભરનારને 100 ટકા વ્યાજ માફી

મિલકતવેરાની એડવાન્સ રકમ ભરનારને 12 ટકા, ઓનલાઈન પેમેન્ટ કરવા બદલ વધુ 1 ટકા અને છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિત ટેક્સ ભરતા હોય તેવા નાગરિકને વધુ 2 ટકા સહિત કુલ 15 ટકા રીબેટ મળશે. હાલ, AMC દ્વારા જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ભરનારને 100 ટકા વ્યાજ માફી સ્કીમ અમલમાં મૂકાઈ છે. જો કોઈ નાગરિક તા. 18 એપ્રિલ પછી ટેક્સ ભરે તો કરદાતાઓને ડબલ બોનાન્ઝાનો લાભ મળશે.

આ પણ વાંચો: સોમનાથ ખાતેથી આ તારીખથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો થશે પ્રારંભ

ચાલુ વર્ષે એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રીબેટ અપાશે

જો કોઈ નાગરિકને ચાલુ વર્ષ 2023-24 ઉપરાંત આગળના વર્ષોનો ટેકસ ભરવો હોય તો તે પણ ભરી શકશે. પરંતુ આ પ્રકારે પાંચ- સાત વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને આગામી વર્ષે જાહેર થનારી એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમમાં જાહેર થનાર વળતરના ટકા મુજબ રીબેટનો લાભ મળશે. એટલેકે, ચાલુ વર્ષે એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રીબેટ અપાશે. પરંતુ આગામી વર્ષે 14 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવામાં આવે તો તે મુજબ વળતરનો લાભ મળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે 20 બ્રિજનું કામ જાણો ક્યારે થશે પૂર્ણ 

રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા દર વર્ષે તા. 1 એપ્રિલથી પ્રોપર્ટી ટેક્સની રકમ એડવાન્સ ભરનાર નાગરિકો માટે 10 ટકા વળતરની સ્કીમ અમલમાં મૂકવામાં આવે છે. રેવન્યુ કમિટીમાં 15 ટકા એડવાન્સ ટેક્સ રીબેટની નવી યોજના જાહેર કરવામાં આવી છે. 18 એપ્રિલ 2023થી 17 મે સુધી 12 ટકા રીબેટ અને ઓનલાઇન પેમેન્ટ કરે તો વધુ 1 ટકા અને છેલ્લા ત્રણ વર્ષના રેગ્યુલર એડવાન્સ ટેક્સ ભરે તો વધુ બે ટકા એમ કુલ 15 ટકા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાગુ કરાઈ છે.

Back to top button