IPL-2023સ્પોર્ટસ

IPL 2023 : સપના ગિલ કેસમાં પૃથ્વી શૉને હાઈકોર્ટની નોટીસ, જાણો શું છે સમગ્ર મુદ્દો

Text To Speech
  • પૃથ્વી શૉ અને સપના ગિલ વચ્ચે સેલ્ફીનો હોબાળો હાઇકોર્ટમાં પહોંચ્યો
  • IPL 2023માં પૃથ્વી શૉના ખરાબ ફોર્મ વચ્ચે હાઇકોર્ટેની નોટિસ
  • સપના ગિલે પૃથ્વી શૉ પર છેડતીનો આરોપ લગાવ્યો છે

પૃથ્વી શૉ અને સપના ગિલ વચ્ચે સેલ્ફીને લઈને હોબાળો થયો હતો. સપના પર પૃથ્વી શૉ પર હુમલો કરવાનો અને 50,000 રૂપિયાની માંગ કરવાનો આરોપ હતો. જ્યારે સપનાએ ભારતીય ક્રિકેટર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. પૃથ્વી શૉ હાલમાં IPL 2023માં વ્યસ્ત છે. તેની ટીમ દિલ્હી કેપિટલ્સ પ્રથમ જીતની શોધમાં છે. દિલ્હી સતત 4 મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પૃથ્વી શૉ પણ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ દરમિયાન પૃથ્વી શૉ સામે હાઇકોર્ટે નોટિસ ફટકારી છે. સપના ગિલના મામલામાં બોમ્બે હાઈકોર્ટે ઓપનર પૃથ્વી શૉ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં શૉ અને સપના ગિલ વચ્ચે સેલ્ફીને લઈને વિવાદ થયો હતો. સપના ગિલ પર પૃથ્વી શૉ પર બેઝબોલથી હુમલો કરવાનો અને 50,000 રૂપિયાની માંગ કરવાનો આરોપ હતો. જે બાદ સપના અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટ્યા બાદ સપનાએ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ પર ઘાતક હથિયાર વડે હુમલો અને છેડતીનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : ‘મેં એક લિસ્ટ બનાવ્યું છે…’ મોડલ સાથેના વિવાદ બાદ પૃથ્વી શોની પીડા !

પૃથ્વી શૉ વિરુદ્ધ નોટિસ

સપનાએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પૃથ્વી શૉ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. બીજીબાજુ સપનાએ તેની વિરુદ્ધ નોંધાયેલ કેસ રદ કરાવવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ગુરુવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સપનાની અરજી પર પૃથ્વી શૉ, તેના મિત્ર અને કેટલાક પોલીસ અધિકારીઓ સહિત 11 લોકો સામે નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોણ છે આ છોકરી જેણે કરી પૃથ્વી શૉ સાથે ઝપાઝપી ?

શું હતો સમગ્ર મામલો

ફેબ્રુઆરીમાં, પૃથ્વી શૉ તેના મિત્રો સાથે મુંબઈની એક હોટેલમાં ગયો હતો, જ્યાં સપના અને તેના એક મિત્રએ તેને સેલ્ફી માટે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પૃથ્વી શૉએ આ અંગે હોટલના મેનેજરને ફરિયાદ કરી હતી, જેના પછી સપના અને તેના મિત્રને હોટલની બહાર કરી દેવામાં આવ્યા હતા. આનાથી નારાજ સપનાએ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ હોટલમાંથી બહાર આવતાની સાથે જ બબાલ કરી હતી. તેમજ તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. તેની કારનો પીછો કર્યો. સપના પર એવો પણ આરોપ હતો કે તેણે ભારતીય સ્ટાર પૃથ્વી શો પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરી હતી.

Back to top button