અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ : રોજગાર મેળામાં આટલા ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરાયા

Text To Speech
  • 930 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરાયા
  • કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચોબેએ આપ્યા નિમણૂક પત્ર
  • કેન્દ્ર સરકારના રેલ્વે. બેન્કિંગ પોસ્ટ વિભાગ ઇન્કમટેક્સ સહિતના વિભાગમાં નિમણૂક

અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે રેલવે વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોમાં 930 જેટલા યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા કેન્દ્ર સરકારના રેલ્વે. બેન્કિંગ પોસ્ટ વિભાગ ઇન્કમટેક્સ એમ જુદા જુદા વિભાગોમાં યુવાનોને નિમણૂક આપવામાં આવી હતી.

રોજગાર મેળો અમદાવાદ -humdekhengenews

 

અશ્વિની કુમારે યુવાનોને આપ્યા નિમણૂક પત્ર

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચોબેએ યુવાનોને નિમણૂક પત્ર આપતા પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે આ નિમણૂક પત્રથી યુવાઓ ની પ્રતિભા અને ઊર્જા આજથી રાષ્ટ્ર સેવામાં ભાગીદાર બનશે આજે અનેક માતા-પિતાઓની ઈચ્છા અને આકાંક્ષાઓ આ યુવાનોએ સરકારી નોકરી મેળવીને પૂર્ણ કરી છે.

સરકારી અને ખાનગી ક્ષેત્રે વધુમાં વધુ નોકરીઓનું સર્જન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર મિશન મોડથી સરકારી અને ખાનગી ક્ષેત્રે વધુમાં વધુ નોકરીઓનું સર્જન કરી રહી છે જેથી કરીને દેશના યુવાનો સ્વાવલંબન અને સ્વાભિમાનથી પોતાનું જીવન જીવી શકે અને જેના કારણે રાષ્ટ્રનો વિકાસ થાય અને એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થાય ભારતને વિકસિત બનાવવામાં આ યુવાનોની મોટી ભૂમિકા બની રહેશે નવા નવા સ્ટાર્ટઅપ દેશને નવી વિકાસની ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે અને આ જ 80,000 જેટલા સ્ટાર્ટઅપ યુવાનોની ઊર્જાનું પ્રતિબિંબ છે તેમને યુવાનોને ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવાના સંદેશ સાથે અભિનંદન આપ્યા હતા.

આ મહાનુભાવો રહ્યા હાજર

કાર્યક્રમમાં લોકસભા સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, હસમુખ પટેલ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર રેલ્વેના ડિવિઝનલ મેનેજર તરુણ જૈન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે નિમણૂક મેળવેલ ઉમેદવારોએ પોતાનો પ્રતિભાવ આપતા ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ‘મોદી સરનેમ’ કેસ : રાહુલ ગાંધીની અરજી પર વધુ સુનાવણી 20 એપ્રિલે

Back to top button