વૈશાખ મહિનો કેમ કહેવાય છે ‘માધવ માસ’?: ક્યારથી થશે શરૂ?
- વૈશાખ મહિનામાં ઓમ માધવાય નમઃનો જાપ કરતા રહો
- આ માસમાં દાન-પુણ્યનો પણ વિશેષ મહિમા છે.
- આ મહિનામાં શક્ય હોય તો ગીતા પાઠ કરો.
વૈશાખ મહિનાનું એક નામ માધવ માસ પણ છે. વૈશાખ મહિનામાં જપ, તપ, હવન, સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે. આ પવિત્ર મહિનામાં વિષ્ણુ ભગવાનના માધવ સ્વરૂપનુ પુજન કરવાની સાથે ઓમ માધવાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. એવું કહેવાય છે કે વૈશાખ મહિનામાં એક હાથથી કરેલુ દાન હજારો હાથથી કરાયેલા દાન બરાબર હોય છે.
શું છે વૈશાખ મહિનાનુ મહત્ત્વ?
વૈશાખ મહિનામાં જળનું દાન કરવુ જોઇએ. આ મહિનામાં શ્રદ્ધા ભાવથી જપ, તપ, હવન, સ્નાન, દાન વગેરે શુભ કાર્યો કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને જળ, ગોળ, સત્તુ, તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને બધા પાપ દુર થાય છે. વૈશાખ મહિનામાં માટીના ઘડાનું દાન કરવાની પરંપરા છે.
વૈશાખ મહિનામાં આ કામ અવશ્ય કરો
વૈશાખ મહિનામાં ગીતા પાઠ અવશ્ય કરો. આ મહિનામાં કથાનું આયોજન પણ કલ્યાણકારી માનવામાં આવે છે. આ મહિનામાં મનુષ્યો અને પશુ પક્ષીઓને અન્ન અને જળ દાન અવશ્ય કરો. વૈશાખ મહિનામાં દિવસમાં સુવાનુ વર્જિત માનવામાં આવે છે. આ મહિનામાં બે વખતથી વધુ જમવુ પણ અનુચિત માનવામાં આવે છે. આ મહિનામાં સુર્યાસ્ત બાદ ભોજન ન કરવુ જોઇએ. આ મહિનામાં સવારે મોડે સુધી ન સુવુ જોઇએ. આ માસમાં ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે.
ક્યારથી શરૂ થઇ રહ્યો છે વૈશાખ મહિનો?
વૈશાખ મહિનાનો પ્રારંભ 21 એપ્રિલ અને શુક્રવારથી થાય છે. આ મહિનામાં પુજા પાઠ કરવાથી વ્યક્તિને કષ્ઠોમાંથી મુક્તિ મળે છે.
આ પણ વાંચોઃ ઘરના ટેરેસ પર ભંગાર ભર્યો છે તો પણ અટકી શકે છે પ્રગતિઃ જાણો ઉપાય