બિઝનેસ

સામાન અને સેવાઓ સહિત ભારતે 2022-23માં $770 બિલિયનની નિકાસ કરી

  • ભારતે 2022-23માં રેકોર્ડબ્રેક નિકાસ કરી
  • ભારતની આયાત 16.5 ટકાના ઉછાળા સાથે કુલ $714 બિલિયન
  • ભારતે $770 બિલિયનના માલસામાન-સેવાઓની નિકાસ કરી

2022-23માં ભારતની આયાત 16.5 ટકાના ઉછાળા સાથે કુલ $714 બિલિયન થઈ છે, જે 2021-22માં $613 બિલિયન હતી. જ્યારે ભારતમાંથી નિકાસમાં 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 2021-22માં $442 બિલિયનની સરખામણીએ $447 બિલિયન થઈ ગયો છે.

2021-22ની સરખામણીમાં 14 ટકા વધુ

2022-23માં, ભારતે $770 બિલિયનના માલસામાન અને સેવાઓની નિકાસ કરી છે, જે 2021-22ની સરખામણીમાં 14 ટકા વધુ છે. 2021-22માં માલસામાન અને સેવાઓની નિકાસ 676 અબજ ડોલર હતી. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ જાણકારી આપી છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો અને દરિયાઈ ઉત્પાદનોના ક્ષેત્રોમાં સારી કામગીરીને કારણે નિકાસ સારી રહી છે. તેમણે કહ્યું કે માલ અને સેવાઓની નિકાસ નવી ઊંચાઈએ પહોંચી છે અને 2022-23માં 14 ટકા વધીને $770 બિલિયન થઈ ગઈ છે જે એક વર્ષ અગાઉ $676 બિલિયન હતી.

નિકાસ 2022-23માં 27.16 ટકા વધીને $323 બિલિયન

દેશમાંથી સેવાઓની નિકાસ 2022-23માં 27.16 ટકા વધીને $323 બિલિયન થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં $254 બિલિયન હતી. પિયુષ ગોયલે કહ્યું કે આ વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિસ્તરણનો સંકેત છે. ગોયલ 11 થી 13 એપ્રિલ સુધી ફ્રાંસ અને ઈટાલીના પ્રવાસે છે અને તેમણે ત્યાં આ માહિતી આપી છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બંને દેશોના નેતાઓ અને વિવિધ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે નિકાસમાં વધારો થવાથી ચાલુ ખાતાની ખાધને નિયંત્રિત કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે સેવા ક્ષેત્રમાં માહિતી ટેકનોલોજી, એકાઉન્ટિંગ અને ‘બિઝનેસ પ્રોસેસિંગ’ સહિત વિવિધ ક્ષેત્રોમાં સારી વૃદ્ધિ થઈ છે. કોમોડિટી કેટેગરીમાં વૃદ્ધિ નોંધાવનાર ક્ષેત્રોમાં તેલ ભોજન, ઈલેક્ટ્રોનિક સામાન, તમાકુ, તેલીબિયાં, ચોખા, કોફી, ફળો અને શાકભાજી, ચામડાની વસ્તુઓ, સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને તૈયાર વસ્ત્રોનો સમાવેશ થાય છે.

પિયુષ ગોયલે જણાવ્યું હતું કે પડકારજનક સમયમાં વસ્તુઓ અને સેવાઓની નિકાસ લગભગ $100 બિલિયન વધીને $770 બિલિયનને પાર કરી ગઈ છે. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં મંદી છે ત્યારે આ પ્રાપ્ત થયું છે. વિકસિત વિશ્વમાં મંદીની સ્થિતિ અને ઘણા દેશોમાં મોંઘવારીનો ઊંચો દર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : સ્ટોક માર્કેટ : સેન્સેક્સ-નિફ્ટી આ સપ્તાહના ચોથા દિવસે તેજી સાથે બંધ થયા

Back to top button