ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IAS અધિકારી વિજય નેહરાનો પુત્ર એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈડ, આર્યને સ્વિમિંગમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો

Text To Speech
  • આગામી સપ્ટેમ્બર મહિનામાં ચીન ખાતે યોજાશે એશિયન ગેમ્સ
  • શિકાગો ખાતે ફ્રી સ્ટાઇલમાં 8 મિનિટ 3.15 સેકન્ડનો નવો રેકોર્ડ સ્થાપ્યો
  • ચીન ઉપરાંત જુલાઈમાં જાપાન ખાતે પણ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે

શિકાગો : ગુજરાત કેડરના IAS અધિકારીના પુત્રએ નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સનદી અધિકારી વિજય નેહરાના પુત્ર આર્યન ચીન ખાતે આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર એશિયન ગેમ્સમાં સ્વિમિંગ માટે ક્વોલિફાઈડ થયા છે. તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે. જેના પગલે ઠેરઠેરથી શુભેચ્છાઓ થઈ રહી છે.

આર્યને રાજકોટમાં પ્રશિક્ષણ મેળવ્યું

ઉલ્લેખનીય છે કે, આર્યને અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ મેળવી છે અને ત્યાંથી જ તેણે કારકિર્દીની શરૂઆત કરી છે. આર્યન વિજય નેહરાની એશિયન ગેમ્સ માટે પસંદગી થતા હવે આર્યન સપ્ટેમ્બર-2023માં ચાઇનાના હેંગઝોઉં શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તદ્દઉપરાંત
જુલાઇ-2023માં જાપાન ખાતે યોજાનારી આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ આર્યન નેહરા સાથે જોડાશે.

પોતાનો રેકોર્ડ 6 સેકન્ડથી તોડ્યો

મહત્વનું છે કે, યુએસએના શિકાગો ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સ્વિમ સિરીઝમાં 800 ફ્રી સ્ટાઇલને 8 મિનિટ 03.15 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને આ સાથે તેણે પોતાનો જ શ્રેષ્ઠ રેકોર્ડ તોડીને છ સેકન્ડથી વધુ સમયના તફાવત સાથે નવો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન નેહરાએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે અને દેશ વિદેશમાં યોજાતી અનેક સ્વિમિંગ કોમ્પિટિનશન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી ચુક્યા છે.

આ પણ વાંચો : IPLમાં ધોનીના નામે વધુ એક રેકોર્ડ, CSKમાં કેપ્ટન તરીકે 200મી મેચ માટે સન્માનિત

Back to top button