ટ્રેન્ડિંગધર્મસાયન્સ એન્ડ ટેકનોલોજી

પહેલા સુર્યગ્રહણથી રાજકીય-આર્થિક ઉથલપાથલઃ આ રાશિ સૌથી વધુ પ્રભાવિત

Text To Speech
  • વર્ષનું પહેલુ સુર્ય ગ્રહણ 20 એપ્રિલ, 2023ના રોજ દેખાશે
  • સુર્યગ્રહણ બાદ કોરોના સંક્રમણના  કેસ વધી શકે છે.
  • ગ્રહણના સમયે કુલ 6 ગ્રહ રાહુ-કેતુના નક્ષત્રો કે તેના સીધા પ્રભાવમાં હશે.

વર્ષનું પહેલુ સુર્યગ્રહણ 20 એપ્રિલના રોજ છે. ભારતમાં તે ન દેખાવાના કારણે અહીં સુતક નહીં લાગે, પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ આ ગ્રહણથી એવી આશંકા છે કે સુર્ય ગ્રહણ બાદ કોરોનાના કેસમાં અચાનક વૃદ્ધિ થઇ શકે છે.
20 એપ્રિલના દિવસે ગુરુવારે ગ્રહણ સુર્યના ચંદ્રમા સાથે અશ્વિની નક્ષત્રમાં રહીને દેખાશે. ભારત સહિત દક્ષિણ-પુર્વ એશિયાના કેટલાક દેશોમાં કોરોના સંક્રમણ વધી શકે છે.

વર્ષના પહેલા સુર્યગ્રહણથી રાજકીય અને આર્થિક ઉથલપાથલઃ આ રાશિ સૌથી વધુ પ્રભાવિત hum dekhenge news

ગ્રહણના સમયે શનિ શતભિષા નક્ષત્રમાં મંગળ આર્દ્રા નક્ષત્રમાં તથા કેતુ સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે. શતભિષા અને આદ્રા અને સ્વાતિ ત્રણેય રાહુના નક્ષત્ર છે. તેથી ગ્રહણના સમયે કુલ 6 ગ્રહ રાહુ-કેતુના નક્ષત્રો કે તેના સીધા પ્રભાવમાં હશે. જેના કારણે કોરોના વાઇરસના કેસ વધવા નક્કી છે. ભારતમાં અન્ય વાઇરસ જન્ય રોગ પણ થઇ શકે છે.

રાજકીય અને આર્થિક ઉથલપાથલની શક્યતા

મેષ રાશિમાં પડનારુ આ ગ્રહણ પાકિસ્તાનમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેત છે. શાહબાઝ શરીફની સરકાર પર સંકટ મંડરાશે અને દેશમાં ઇમરજન્સીની સ્થિતિનું નિર્માણ પણ થઇ શકે છે. દેશમાં રાજકીય હિંસા અને ઉપદ્વવનો યોગ નિર્માણ થઇ રહ્યો છે. તેમાં વિદેશી હસ્તક્ષેપ પણ થઇ શકે છે. કોઇ આર્થિક ગોટાળા સામે આવી શકે છે, જેના તાર વિદેશ સાથે જોડાયેલા હોય. સોનાના ભાવ વધી શકે છે. સ્ટોક માર્કેટમાં ઉથલ પાથલ થઇ શકે છે.

વર્ષના પહેલા સુર્યગ્રહણથી રાજકીય અને આર્થિક ઉથલપાથલઃ આ રાશિ સૌથી વધુ પ્રભાવિત hum dekhenge news

સુર્ય ગ્રહણથી મેષ રાશિ પર વિશેષ પ્રભાવ

મેષ, વૃષભ, કન્યા, તુલા, વૃશ્વિક, મકર, મીન આ સાત રાશિઓ માટે સુર્ય ગ્રહણ ચઢાવ-ઉતાર વાળુ રહેશે. મિથુન, કર્ક, સિંહ, ધન, કુંભ માટે તે શુભ રહેશે.

આ પણ વાંચોઃ ક્યારે છે શનિ જયંતિઃ જાણો પૂજા, મહત્ત્વ અને ઉપાય

Back to top button