બનાસકાંઠ: પાલનપુર બસપોર્ટ ખાતે 70 નવીન બસોનું લોકાર્પણ
- વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ
પાલનપુર: ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 21.36 કરોડના ખર્ચથી ખરીદેલ અને લોકોની સેવા માટે મૂકાયેલી 70 નવીન બસોનું પાલનપુર બસપોર્ટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પૂજન કરી, લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીએ સ્લીપર અને લક્ઝરી બસમાં ફરીને મુસાફરોની સુવિધાઓનું કર્યું નિરીક્ષણ
આ પ્રસંગે અધ્યક્ષ સહિત મંત્રીએ, મહાનુભવો અને સામાન્ય જનતા સાથે બસમાં મુસાફરી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પધારેલા મંત્રી હર્ષભાઇ સંઘવીએ સ્લીપર અને લક્ઝરી બસોનું લોકાર્પણ કરી નવિન બસપોર્ટમાં ફરીને મુસાફરો માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાયેલ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતું.
આ પ્રસંગે લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્યો અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વમંત્રીઓ હરીભાઈ ચૌધરી, કિર્તીસિંહ વાઘેલા, હરજીવનભાઈ પટેલ અને કાંતિભાઈ કચોરીયા, પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સહિત પદાધિકારીઓ- એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :કેન્દ્ર અને ગુજરાત સરકારે હરહંમેશ ખેડૂતો ની ચિંતા કરી છે: કીર્તિસિંહ વાઘેલા