AMCની એડવાન્સ રિબેટ સ્કીમ ! એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાઓને મળશે આટલા ટકા રિબેટ
- AMC દ્વારા વર્ષ 2023-24 માટે એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર
- એડવાન્સ ટેક્સ ભરનારાને 15% સુધીનું રિબેટ આપશે
- ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને સૌથી વધુ રાહત
અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નાણાંકીય વર્ષ 2023-24 માટે AMCની એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર કરાઇ છે, જે અં AMC દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% સુધીનું અપાશે રિબેટ તેવી જાહેરાત કરવામા આવી છે. AMCની આ જાહેરાતથી એડવાન્સ ટેક્સ ભરનારાને ફાયદો થશે.
એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર કરાઈ
AMC દ્વારા નિયમિત અને સમયસર ટેક્સ ભરતા નાગરિકોને પ્રોત્સાહન આપવા તેમજ ઓનલાઇન માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને વધુ રાહત આપવા માટે રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. ત્યારે AMC દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ આ વખતે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા કરદાતાઓને 15 ટકા સુધીનું રિબેટ અપાશે.જેમાં સૌથી વધુ ફાયદો ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને થશે.કરદાતાઓ માટે આગામી 18 અપ્રિલથી 17 મે સુધી રીબેટ સ્કીમ અમલમાં મુકાશે.
એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને મળશે રાહત
AMCના રેવન્યુ કમિટીના ચેરમેને જૈનિક વકીલના જણાવ્યા મુજબ 18 અપ્રિલથી 17 મે સુધી પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ ભરનારાઓને 2023-24ના જનરલ ટેક્સ, વોટર ટેક્સ અને કોન્ઝરવન્સી ટેક્સની રકમ પર રાહત અપાશે. નિયમિત રીતે પ્રોપર્ટી ટેક્સ ભરતા અને ઓનલાઈન ટેક્સ ભરતા કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે 18 એપ્રિલથી રીબેટ સ્કીમ અમલમાં મુકાશે.જે અંતર્ગત વર્ષ 2023-24 માટેનો એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને 12 ટકા રીબેટ અપાશે. તેમજ ઓનલાઈન ટેક્સ ભરનારાઓને વધુ એક ટકો એટલે કે કુલ મળીને 13 ટકા રિબેટ અપાશે.
400 કરોડની આવકનો અંદાજ
વધુમાં ચેરમેને જણાવ્યુ હતુ કે વર્ષ 2023-24 પહેલા સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવતા કરદાતાઓને 12 ટકા રિબેટ અપાશે અને ઓનલાઈન ટેક્સ ભરપાઈ કરનારાઓને વધુ એક ટકા રિબેટ અપાશે.તેમજ સળંગ ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ભરપાઈ કરતા કરદાતાઓને પ્રોત્સાહીત કરવા વધુ બે ટકા એટલે કે તેમને કુલ 15 ટકા રિબેટ અપાશે. આ એડવાન્સ ટેક્સ સ્કીમ થકી લોકો ટેક્સ ભરવા માટે પ્રોત્સાહિત થશે અને જેના કારણે એએમસીને ચાલુ નાણાંકીય વર્ષમાં 400 કરોડના આવકનો અંદાજ છે.
આ પણ વાંચો : અમદાવાદ MSME યુનિટ સાથે છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો