- મોદી સરનેમ કેસમાં આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
- રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી સંદર્ભે સુનાવણી
- આગામી 20 એપ્રીલે વધુ સુનાવણી થશે
મોદી સરનેમ કેસમાં આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામા આવી છે. ત્યારે આજે રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી પર સુનાવણી હાથ ધરવામા આવી હતી. આ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. ત્યારે આ આ કેસની સુનાવણીમાં કોર્ટે બંન્ને પક્ષોની દલીલો સાંભળીને આગામી 20 એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સજા પર સ્ટે મૂકવાની અરજી પર સુનાવણી
માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ફરી સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મોદી સરનેમ મામલે સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી છે. ત્યારે રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે. જે અંતર્ગત આજે સેશન્સ કોર્ટમાં તેની સજા પર સ્ટે મૂકવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં કેન્દ્રીય કાયદાકીય ટીમ દિલ્હીથી સુરત આવી હતી.
બંન્ને પક્ષના વકીલોએ દલીલો રજુ કરી
મહત્વનું છે કે ગત સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ સજા સામે સ્ટે ઓફ કન્વેક્શન માટેની અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે આ કેસના ફરિયાદી એવાધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમના વકિલ સાથે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી હતી. આજે આ અરજી પર કોર્ટમાં બંને પક્ષો વતી વકીલો દ્વારા દલીલો રજુ કરવામા આવી હતી. ત્યારે હવે આ મામલે આગામી 20 એપ્રીલે વધુ સુનાવણી થશે.
આ પણ વાંચો : અમદાવાદ MSME યુનિટ સાથે છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો