- ખેડૂતોને અપાતી વીજળી થ્રી-ફેઇઝમાં 440 વોટથી મળવી જોઈએ
- સરકારી વીજકંપનીઓને વર્ષે રૂ.1,100 કરોડની સબસિડી
- 440 વોટથી વીજળી આપવાને બદલે 380 વોટથી અપાય છે
ગુજરાતમાં રાજ્ય સરકારની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની-જીયુવીએનએલ દ્વારા સવારના 6થી બપોરના 2, બપોરના 2થી રાત્રે 10 અને રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી એમ ત્રણ શિફ્ટમાં પાવર સપ્લાય થાય છે. રાજ્યમાં સરકારી વીજળી વાપરતા 20,48,071 ખેડૂત-ગ્રાહકોને પહેલી બે શિફ્ટમાં પૂરતાં દબાણથી 8 કલાક વીજળી મળવી જોઈએ, એને બદલે સૂત્રોના જણાવ્યા મુજબ પહેલી બે શિફ્ટમાં માંડ 6 કલાક જ અને તેય અપૂરતા દબાણથી વીજળી અપાઈ રહી છે, જ્યારે રાત્રિ સમયે ખેડૂતોને અપાતી વીજળી જંગલી જનાવરો તથા સાપના ભયને કારણે મોટાભાગે બિનઉપયોગી બની રહે છે.
આ પણ વાંચો: PACના અધ્યક્ષનું પદ કોંગ્રેસને નહીં મળે, જાણો શું રમાશે રમત
ખેડૂતોને અપાતી વીજળી થ્રી-ફેઇઝમાં 440 વોટથી મળવી જોઈએ
દિવસના સમયે ખેડૂતોને અપાતી વીજળી થ્રી-ફેઇઝમાં 440 વોટથી મળવી જોઈએ, એને બદલે અંદાજે 380 વોટ અપાય છે, જેને કારણે ખેડૂતોને વધારે વીજબિલ આવે છે, એટલું જ નહીં, ફ્રિકવન્સીમાં સતત વધઘટને કારણે હોર્સપાવરથી વીજળી વાપરતા ખેડૂતોની મોટરો બળી જાય છે. ‘જર્ક’ના નિયમ પ્રમાણે સરકારી વીજકંપની દ્વારા ખેડૂતોને 6 ટકા ઓછા-વત્તા દબાણથી એટલે કે 466 વોટથી 414 વોટના દબાણથી વીજળી સપ્લાય થવી જોઈએ, જે નિયમનું સરકારી વીજકંપનીઓ દ્વારા સરિયામ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં ખેડૂતોને થઈ રહેલા મોટા નુકસાન અંગે વીજકંપનીઓ સામે કોઈ પગલાં લેવાતાં નથી.
આ પણ વાંચો: સાઇબર ક્રાઇમનો ભોગ બનતા સિનિયર સિટિઝનને બચાવવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
સરકારી વીજકંપનીઓને વર્ષે રૂ.1,100 કરોડની સબસિડી
સરકારી વીજળી વાપરતા ખેડૂતો પૈકી 77 ટકા ખેડૂતોના વીજજોડાણો મીટર આધારિત છે, જેમને રાજ્ય સરકાર 60 પૈસા યુનિટના ભાવે વીજળી આપે છે અને આ સસ્તી વીજળીના બદલામાં સરકારી વીજકંપનીઓને જે વર્ષે રૂ.1,100 કરોડની સબસિડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે, તેમાં છેલ્લા 15 વર્ષમાં કોઈ જ વધારો થયો નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે.