ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં બે અજાણી મહિલાઓએ ખેડૂતના થેલાને ચેકો મારી એક લાખ રૂપિયાની કરી તફડંચી

Text To Speech

પાલનપુર: ડીસામાં ભર બજારમાં ધોળા દિવસે એક વૃદ્ધ ખેડૂત લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. બેંકમાંથી પૈસા લઈ નીકળ્યા બાદ અજાણી બે મહિલાઓએ ખેડૂતના થેલાને ચેકો મારી એક લાખ રૂપિયાની તફડંચી કરી ફરાર થઈ જતા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ છે.

પૈસાની ચોરી-humdekhengenews

બેંકમાંથી પૈસા લઈ નીકળ્યા બાદ મેડિકલ પાસે બની ઘટના

ડીસા નજીક રહેતા 63 વર્ષીય કેસાજી ચૌહાણ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ બે દિવસ અગાઉ તેમના પૌત્ર કિરણ ઠાકોર સાથે ફુવારા સર્કલ પાસે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી એક લાખ રૂપિયા ઉપાડવા ગયા હતા, અને એક લાખ રૂપિયા કપડાની થેલીમાં મૂકી નેમિનાથ નગર બાજુ આવેલી ધનલક્ષ્મી મેડિકલ ખાતે અનાજમાં જીવજંતુ મારવાની દવા લેવા ગયા હતા. જ્યાં ધન લક્ષ્મી મેડિકલ પર અજાણી બે મહિલાઓએ ખેડૂતના થેલાને ચીરો મારી એક લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી.

પૈસાની ચોરી-humdekhengenews

ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ખેડૂત જ્યારે દવાના પૈસા આપવા ગયો ત્યારે થેલામાંથી પૈસાની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તરત જ તેમણે તેમના પૌત્ર સાથે અજાણી મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બે દિવસ સુધી આ મહિલાઓનો કોઈ જ માહિતી ન મળતા આખરે તેમણે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે તેમની સાથે બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેર ઉત્તર પોલીસે કેશાજી ઠાકોર ની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :અતીક અહેમદને લઈ UP પોલીસ નૈની જેલ પહોંચી, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

Back to top button