ગુજરાતટોપ ન્યૂઝ

સાઇબર ક્રાઇમનો ભોગ બનતા સિનિયર સિટિઝનને બચાવવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન

  • પોલીસ મથકમાં દર વર્ષે 400થી વધુ અરજી નોંધાઈ
  • ઓનલાઇન સાઇબર ગુનાઓમાં અજ્ઞાનતાને કારણે ભોગ લેવાય છે
  • SHE ટીમના 76 સભ્યો વૃદ્ધોને ઘરે જઇને જાગૃત કરશે

સાઇબર ક્રાઇમનો ભોગ બનતા સિનિયર સિટિઝનને રોકવા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો. જેમાં SHE ટીમના 76 સભ્યો વૃદ્ધોને ઘરે જઇને જાગૃત કરશે. તથા છેલ્લા 3 વર્ષમાં સાઇબર ક્રાઇમના ગુનાઓ અસાધારણ રીતે વધી રહ્યા છે. તેમાં એકલા રહેતા વૃદ્ધો આ પ્રકારના સાઇબર ક્રાઇમના વધુ ને વધુ ભોગ બની રહ્યા છે. તેથી આ જાગૃતિ આપવામાં આવશે.

ઓનલાઇન સાઇબર ગુનાઓમાં અજ્ઞાનતાને કારણે ભોગ લેવાય છે

વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં સાઇબર ક્રાઇમના ગુનાઓ અસાધારણ રીતે વધી રહ્યા છે. ઓનલાઇન સાઇબર ગુનાઓમાં અજ્ઞાનતાને કારણે મોટાભાગે સિનિયર સિટીઝન નાગરિકો વધુ ભોગ બની રહ્યા છે. જેને ધ્યાને રાખીને આજથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત પ્રથમ તબક્કામાં ગૃહ વિભાગના સિટીઝન પોર્ટલ પર નોંધાયેલા વલસાડ જિલ્લાના 1200 જેટલા સિનિયર સિટીઝનોને SHE ટીમના કુલ 76 સભ્યોની પોલીસની ટીમો ઘરે જઇને જાગૃત કરી શિક્ષિત તથા માહિતગાર કરશે.

વલસાડ જિલ્લામાં સેક્સટોર્શનની ઘટનામાં વધારો

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સાઇબર ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અગાઉ બેંકિંગ એટલે કે ફાઇનાન્શિયલ ફ્રોડના ગુનાઓ વધુ થતાં હતાં. જે હાલમાં પણ રોજેરોજ થાય જ છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી સોશિયલ મીડિયા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અજાણી યુવતીઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લેનાર પુરુષોને એ યુવતીઓ ફેસબુક મેસેન્જર પર વીડિયો કૉલ કરીને મીઠી-મીઠી વાતો કર્યા બાદ પોતે લાઇવ ફોન દરમિયાન નગ્ન થયાં પછી એ પુરુષને પણ નગ્ન થવા લલચાવે છે. જેને બીજા ફોનમાં ચાલાકી વાપરી રેકોર્ડ કર્યા બાદ એ પુરુષને બીભત્સ વીડિયો તેના પરિવારજનોને મોકલાવી દેવાની તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી લાખો રૂપિયા ખંખેરી લેવાની ઘટનાઓ જેને સેક્સટોર્શન કહેવામાં આવે છે તે ગુનાઓમાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. મોટાભાગના કિસ્સાઓમાં બદનામીના ડરે કોઇ ફરિયાદ કરવા આગળ આવતું નથી. પોલીસના જણાવ્યાનુસાર, એકલા રહેતા વૃદ્ધો આ પ્રકારના સાઇબર ક્રાઇમના વધુ ને વધુ ભોગ બની રહ્યા છે.

પોલીસ મથકમાં દર વર્ષે 400થી વધુ અરજી નોંધાઈ છે

વલસાડ એસ.પી. કચેરી ખાતે કાર્યરત સાઇબર ક્રાઇમ પોલીસમથકમાં દર વર્ષે સાઇબર ક્રાઇમના ગુનાઓમાં 400થી વધુ ફરિયાદ અરજીઓ આવતી હોવાનું જાણવા મળે છે. જેમાં નાણાકીય છેતરપિંડીની ઘટનાઓ વધુ હોય છે.

Back to top button