ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા: દાંતા પાસે ડિવાઇડર સાથે એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત
પાલનપુર: દાંતા તાલુકામાં હજી પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે દાંતાના હાઇવે માર્ગ પર રોડની સાઈડ ડિવાઇડર સાથે એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત સર્જાયો છે. દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ ઢલાંગ અને પહાડી વિસ્તારો હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે એમ્બ્યુલન્સને પણ અકસ્માત નડ્યો હતો.
એમ્બ્યુલન્સ રાજસ્થાનમાં દર્દીને પરત મૂકી આવતા દાંતા જોડે રોડની સાઈડના ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનબીએ એમ્બ્યુલન્સના અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારે એમ્બ્યુલન્સમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો :બનાસકાંઠા: પાલનપુરના માલણ ગામની પ્રાથમિક શાળા અદ્યતન સુવિધાઓથી સજ્જ