ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

શું તમે પણ ત્રણ કલાકથી વધુ ફોનનો ઉપયોગ કરો છો? થઇ શકે છે બિમારી

Text To Speech
  • કોઇ પણ ઉંમરના લોકો માટે એક લિમિટથી વધુ સ્ક્રીન પર રહેવુ ખતરા સમાન છે.
  • જરૂરિયાત કરતા વધુ સ્માર્ટફોનનો ઉપયોગ અનેક બિમારીઓની ભેટ આપી રહ્યો છે.
  • સ્ક્રીનના સંપર્કમાં રહેવાથી આપણે ખરાબ પોશ્ચરમાં બેસીએ છીએ

સ્માર્ટફોન, કોમ્પ્યુટર ક્યારેય પણ જરૂરિયાત કરતા વધુ યુઝ ન કરવા જોઇએ. કોઇ પણ ઉંમરના લોકો માટે એક લિમિટથી વધુ સ્ક્રીન પર રહેવુ ખતરા સમાન છે, પરંતુ કોવિડ-19 મહામારીની સાથે ડિઝિટલી અનેક પરિવર્તનો આવ્યા છે. આપણને આ સમયે સ્માર્ટફોન, કોમ્પ્યુટર કે અન્ય સાધનો પર નિર્ભર બનાવી દીધા છે.

સ્કુલ હોય કે ઓફિસ દરેક જગ્યા અત્યાધુનિક સ્માર્ટ ઉપકરણો પર કેન્દ્રિત થઇ ચુકી છે. જરૂરિયાત કરતા વધુ સ્માર્ટફોનનો ઉપયોગ આપણને અનેક બિમારીઓની ભેટ આપી રહ્યો છે. સ્ક્રીનના સંપર્કમાં રહેવાથી આપણે ખરાબ પોશ્ચરમાં બેસીએ છીએ, જેના કારણે પીઠમાં દુખાવો થાય છે આ ઉપરાંત અન્ય આરોગ્યલક્ષી સમસ્યાઓ પણ થઇ શકે છે.

શું તમે પણ ત્રણ કલાકથી વધુ ફોનનો ઉપયોગ કરો છો? થઇ શકે છે ગંભીર બિમારી hum dekhenge news

ત્રણ કલાકથી વધુ સ્માર્ટફોનના ઉપયોગથી ખતરોઃ અભ્યાસ

બ્રાઝિલના સંશોધકોએ તાજેતરમાં નોંધ્યુ છે કે ત્રણ કલાકથી વધુ સ્માર્ટફોનના ઉપયોગથી ટીનેજર્સમાં પીઠ દર્દ કે ખરાબ પોશ્ચરની સમસ્યા થાય છે. આ ઉપરાંત સંશોધકોએ નોંધ્યુ કે પેટ ઉપર બેસવુ કે સુતા રહેવુ પણ તમને કરોડરજજુની સમસ્યા આપી શકે છે.

આ પણ વાંચોઃ અખાત્રીજ પર બની રહ્યા છે 6 શુભ યોગઃ ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

Back to top button