ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુરના માલણ ગામની પ્રાથમિક શાળા અદ્યતન સુવિધાઓથી સજ્જ

પાલનપુર: વિશ્વ બેંકની મદદથી સરકારી શાળાઓમાં બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મિશન સ્કુલ ઓફ એક્સલન્સ દ્વારા વિશ્વ કક્ષાની શિક્ષણ પધ્ધતિઓનો પ્રાથમિક શાળાઓમાં નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ મિશન સ્કુલ એક્સલન્સનો પ્રયોગ ગામડાઓની સરકારી શાળાઓમાં ખુબ સફળ રહ્યો છે. આ શાળાઓમાં ભૌતિક સુવિધાઓની સાથે સાથે શિક્ષણની સવલતોમાં વધારો કરી આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ આપવામાં આવે છે.

પ્રાથમિક શાળા-humdekhengenews

શાળાનો મિશન સ્કુલ ઓફ એક્સલન્સમાં સમાવેશ

પ્રાઇવેટ શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં બાળકો ભણવા આવે તેવી અદ્યતન સુવિધાઓ સાથેની મિશન સ્કુલ ઓફ એક્સલન્સ શાળાઓમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઇ રહ્યું છે. પાલનપુર તાલુકાના માલણ ગામની મિશન સ્કુલ ઓફ એક્સલન્સ પ્રાથમિક શાળા અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ શાળામાં ધોરણ- 1 થી 8 માં 860 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણની ગુણવત્તાના સુધાર અને શાળાના સુંદર બિલ્ડીંગ સાથે શાળાનું કેમ્પસ વાઇ-ફાઇ સુવિધાથી સજ્જ બનાવાયું છે, બાળકોનો અભ્યાસ ન બગડે એટલે વેકેશનના સમય દરમ્યાન શાળાઓના ઓરડાઓને રંગરોગાન કરી તથા ધાબા પર ચાઇના મોજીક લગાવીને સુવિધાઓ વિકસાવાઇ છે.

પ્રાથમિક શાળા-humdekhengenews

વિશ્વ કક્ષાની શિક્ષણ પધ્ધતિઓનો પ્રાથમિક શાળાઓમાં નવતર પ્રયોગ

શાળાઓમાં પુરતા ઓરડાઓ સાથે 25 બ્લેક બોર્ડ અને નોટીસ બોર્ડ પણ લગાવાયા છે. 65 ઇંચના મોટા 11 જેટલાં ટી.વી. અને 16 કોમ્પ્યુટરની અદ્યતન લેબ છે. બાળકોની સુરક્ષા માટે ફાયર સેફ્ટીની ફેસીલીટી છે. શાળાની ફરતે પ્રોટેક્શન દિવાલ છે. વિદ્યાર્થીઓને પાણી પીવા માટેની 5 પરબો બનાવાઇ છે. શાળામાં સુશોભન માટે ફુલ- છોડના કુંડા, ફુવારાની સિસ્ટમ સાથેનો બગીચો, વરસાદના પાણીનો સંગ્રહ થઇ શકે તે માટે 12 હજાર લીટરની ભૂગર્ભ ટાંકી, દરેક વર્ગખંડમાં 3 ટ્યુબલાઇટ અને 4 પંખા છે.

પ્રાથમિક શાળા-humdekhengenews

મિશન સ્કુલ ઓફ એક્સલન્સમાં સમાવેશ થતાં શાળાને ફાયદો થયો

માલણ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય રમિલાબેન પી. પટેલે જણાવ્યું કે, અમારી શાળાનો મિશન સ્કુલ ઓફ એક્સલન્સમાં સમાવેશ થતાં શાળાને ખુબ ફાયદો થયો છે. અમારી શાળામાં ૨ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હતા અને બીજા ૧૧ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ નવા મળ્યા છે. કુલ-૨૩ રૂમો સહિત સમગ્ર શાળાનું કેમ્પસ વાઇ-ફાઇ સાથે જોડાયેલું છે. શાળામાં અદ્યતન કોમ્પ્યુટર લેબ છે. વિદ્યાર્થીઓને ગમતું વાતાવરણ સરકારે ઉભું કરી આપ્યું છે. શાળામાં બાળકોને આવવું ગામે એવી સરસ સુંદર શાળા બની છે. દરેક વર્ગમાં ચાર-ચાર પંખા અને ત્રણ ટ્યુબલાઇટની વ્યવસ્થા છે. અમે સરકારના આભારી છીએ કે અમને આવી સરસ શાળા બનાવી આપી છે.

પ્રાથમિક શાળા-humdekhengenews

 

 

શાળામાં સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા

આ શાળાની ધોરણ-8 ની વિદ્યાર્થીની શ્રધ્ધા હર્ષદભાઇ શ્રીમાળીએ જણાવ્યું કે, મિશન સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત અમારી શાળામાં 11 સ્માર્ટ ક્લાસ બનાવી આપવામાં આવ્યા છે. પીવા માટે આર.ઓ. નું પાણી સહિત શાળામાં સુંદર વ્યવસ્થાઓ હોવાથી ભણવાની ખુબ મજા આવે છે. આ જ શાળાના ધોરણ- 8 ના વિદ્યાર્થી ક્રુશ પંચાલે જણાવ્યું કે., અમારી સ્કુલમાં 11 જેટલાં સ્માર્ટ ક્લાક હોવાથી શિક્ષકો સારી રીતે ભણાવે છે. કોમ્પ્યુટર લેબ, બગીચો અને શાળામાં પેવર બ્લોક લગાવેલા છે એટલે ભણવાની સાથે રમવાની પણ મજા પડે છે.

આ પણ વાંચો :Kutch : BSFએ દરિયાકાંઠે આવેલા ટાપુ પરથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા

Back to top button