- રાજ્યમાં વધુ એક પેપરલીકની ઘટના
- આણંદની ખાનગી શાળામાં ધોરણ 8ના તમામ પેપર ફૂટ્યા
- સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાત સ્વીકારી
રાજ્ય છેલ્લા કેટલાક સમયથી પેપરફૂટવાની ઘટનાઓમાં વધારો થયો છે. તેમજ અત્યાર સુધીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને યુનિવર્સીટીની પરીક્ષાઓના પપેર ફૂટતા હતા ત્યારે હવે ખાનગી સ્કુલમાં પણ પેપર ફૂટવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાતનો સ્વીકાર કર્યો છે.
આણંદની ખાનગી શાળામાં પેપર લીક
જાણકારી મુજબ આણંદની ખાનગી શાળામાં પેપર ફુટ્યુ છે. આણંદના મોગરી ખાતે આવેલ જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમા આ પેપર ફૂટવાની ઘટના બની છે. જેમાં ધોરણ ધો-8ના તમામ વિષયના પેપર ફૂટ્યા છે. આ ઘટના અંગે વાલીઓને જાણ થતા વાલીઓએ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય ખાતે પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. નડિયાદના આચાર્યએ ધોરણ 8નુ પેપર ફોડ્યુ હોવાનો આરોપ લગવવામાં આવ્યો હતો.
વાલીઓએ લગાવ્યા આરોપ
મહત્વનું છે કે આ પેપર ફૂટવાની વાતને જ્ઞાનયજ્ઞ વિદ્યાલય ના સંચાલકોએ પણ સમર્થન આપ્યું હતું. અને આ ઘટના બાદ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણ લેવાની હૈયાધારણા સંચાલકોએ આપી હતા. વાલીઓ એ પ્રિન્સિપાલ પર પેપર લિકના લગાવ્યા આરોપ લગાવ્યો છે. શાળાએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતુ અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતીની તૈયારીઓ શરુ