- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાશે મોટી ભરતી
- વિવિઘ વિભાગો પાસેથી ખાલી જગ્યાઓની વિગતો માંગવામાં આવી
- સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની 5400 થી વધુ જગ્યા પર કરાશે ભરતી
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાઓ માટે ખુબ સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે સ્પર્ધાત્મક પરિક્ષાનું કરવાનું આયોજન કરવામા આવી રહ્યું છે. જે અંતર્ગત વિવિઘ વિભાગો પાસેથી ખાલી જગ્યાઓની વિગતો માંગવામાં આવી છે. આ તમામ વિગતો 15 મે સુધીમા આપી દેવા તાકીદ કરવામા આવી છે.
ગૌણ સેવા પસંદગી મંડળ મોટી ભરતી કરવાની તૈયારીમાં
તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક મોટી ભરતીને લઈને તૈયારીઓ કરવામા આવી રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક બિન તાંત્રિક વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ માટે ઓગષ્ટ 2023માં સ્પર્ધાત્મક પરિક્ષા યોજવાનું આયોજન કરવામા આવી રહ્યું છે. આગામી દિવસોમાં એક લાયકાત એક પરીક્ષા લેવાનુ આયોજન પણ કરવામા આવી રહ્યું છે.
5400 થી વધુ જગ્યા પર કરાશે ભરતી
આ પરિક્ષા માટે વિવઘ વિભાગો પાસેથી ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામા આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની 5400 થી વધુ જગ્યા પર ભરતી કરવામા આવશે . તેમજ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત સમાન લાયકાત ની પરીક્ષાઓ એક જ કરવાની વિચારણા કરવામા આવી છે.
આ પણ વાંચો : R&B વિભાગમાં ભ્રષ્ટાચાર યથાવત, નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ડેપ્યુટી ઈજનેર ACBના હાથમાંથી ફરાર