નેશનલ

દિલ્હીની શાળામાં બોમ્બના સમાચારથી ખળભળાટ, ઈ-મેલની ધમકી બાદ ખાલી કરાવવામાં આવી સ્કૂલ

Text To Speech
  • દિલ્હીની શાળાના કેમ્પસમાં બોમ્બ હોવાની મળી ધમકી
  • ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી ધમકી
  • સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી

દિલ્હીની શાળાના કેમ્પસમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે. ઈમેલ મળ્યા બાદથી હોબાળો મચી ગયો છે. સ્કૂલ એડમિનિસ્ટ્રેશનના બ્રિજેશ નામના વ્યક્તિએ આ અંગે પોલીસને જાણ કરી હતી. હાલ બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ ચાલી રહ્યું છે. શાળામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જો કે હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, સાદિક નગરની ઈન્ડિયન પબ્લિક સ્કૂલને સવારે 10.49 વાગ્યે એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી છે. વીડિયોમાં સ્કૂલની બહાર મોટી ભીડ જોવા મળી હતી, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ ગેટ પર એકઠા થયા હતા. માતા-પિતામાંથી એકે કહ્યું કે તેમને તેમના બાળકોને ઘરે લઈ જવા માટે શાળા તરફથી સંદેશ મળ્યો

અગાઉ પણ ધમકીઓ મળી છે

આ પહેલીવાર નથી જ્યારે શાળા પ્રશાસનને બોમ્બની ધમકી મળી હોય. ગયા વર્ષે નવેમ્બરમાં એડમિનને એક અજાણ્યા વ્યક્તિ તરફથી આવો જ ઈમેલ મળ્યો હતો. જો કે તપાસમાં જાણવા મળ્યું કે તે નકલી ઈમેલ હતો. વરિષ્ઠ પોલીસ અધિકારી ચંદન ચૌધરીએ જણાવ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ સાથે તેમની ટીમો ઘટનાસ્થળે છે.

શાળાને સંપૂર્ણપણે ખાલી કરાવી

બોમ્બની ધમકી મળતાં જ વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમને શાળા તરફથી સંદેશો મોકલવામાં આવ્યો હતો કે કેટલાક અણધાર્યા સુરક્ષા કારણોસર શાળા વહેલી બંધ કરવી પડશે. સંપૂર્ણ તપાસ બાદ ગુરુવારે શાળા ફરી શરૂ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે તમામને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો : 2019ના પત્રકાર સાથે મારપીટ કેસમાં સલમાન ખાનને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે કેસ ફગાવી દીધો

Back to top button