- આગામી 5 દિવસ આગ ઝરતી ગરમીની આગાહી
- 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ
- કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પારો પહોંચવાની શક્યતા
માવઠાની આગાહી વચ્ચે હવે ગરમીનો પ્રકોપ પણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ગરમીનો પારો ઉંચો જવાની શક્યતા રહેલી છે. જેથી રાજ્યમાં લોકોને આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.
ગરમીને લઈને આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો વધ્યો છે. ક્યારેક માવઠું અને ક્યારેક ગરમી પડવાને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચો જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
14 અને 15 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે.જ્યારે અમદાવાદ શહેરમાં હીટવેવની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામા આવ્યું છે. મહત્વનું છે કે જ્યારે તાપમાનનો પારો 41 ડિગ્રી ઉપર જાય છે ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાતું રહે છે.
કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પારો પહોંચશે
ગઈ કાલના તાપમાનની વાત કરવામા આવે તો ગઈ કાલે અમદાવાદમાં તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. ત્યારે આ વખતે રાજ્યમાં એપ્રિલ મહિનાથી જ કાળઝાળ ગરમી શરુ થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં . 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યના કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પણ પારો પહોંચી શકે છે.તેમજ એપ્રિલ મહિનાના અંતમાં બપોરે ઘરની બહાર પણ નીકળવું અઘરુ પડે તેવી સર્જાઈ શકે છે. તેમજ હવામાન વિભાગે કેટલાક સ્થળોએ તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : Junior Clerk : જુનિયર ક્લાર્ક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર