- જિલ્લા પેરોલ ફર્લોની ટીમે દોઢ-બે દિવસ વોચ ગોઠવી હતી
- પેટ્રોલમાં ગેરકાયદે સોલવન્ટ મિશ્રણ કરી કાલા સોનાનો કારોબાર કરતા હતા
- મુંબઇમાં રાજસ્થાન પાસિંગની હોન્ડા સિટી કાર મંજુલાબેનના નામે નોંધાયેલી
કરજણ પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં 20 વર્ષથી ફરાર પતિ અને પત્નીને જિલ્લા પેરોલ ફર્લોની ટીમે ગઈકાલે મુંબઇથી પકડયા હતાં. કરજણ-સાધલી રોડ પર ડિફેન્સ પેટ્રોકેમિકલ્સ કંપનીમાં શીવ શક્તિ રોડવેઝની ટેન્કરમાં ગેરકાયદે રીતે પેટ્રોલમાં સોલવન્ટ ભેળવવાનો કાલા સોનાનો કારોબાર ચાલતો હતો.
આ પણ વાંચો: વર્લ્ડ પાર્કિન્સન્સ ડે: યુવા પેઢીમાં બીમારીના પ્રમાણમાં ચિંતાજનક વધારો
ગુનામાં પતિ અને પત્ની 20 વર્ષથી ભાગતા ફરતા હતાં
આ કંપનીના માલીક મનોજ માલીરામ શર્મા ખોટા બીલો બનાવી સોલવન્ટ ગેરકાયદે હોવાનું જાણતા છતાં ખોટા દસ્તાવેજ તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં મનોજ શર્મા અને તેમના પત્ની મંજુલાબેન શર્મા વિરૂદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં 30 માર્ચ 2003ના રોજ ઠગાઈનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં પતિ અને પત્ની 20 વર્ષથી ભાગતા ફરતા હતાં. દરમિયાન થોડા દિવસ અગાઉ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડમાં મુકાયેલા અલ્પેશ મહિડાએ આ ગુનાની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: 40 વર્ષથી બંધ પડેલી મિલના કામદારોના હકના રૂપિયા માટે મોટી ગેમ રમાઇ
મુંબઇમાં રાજસ્થાન પાસિંગની હોન્ડા સિટી કાર મંજુલાબેનના નામે નોંધાયેલી
ફર્લોની ટીમને ટેકનિકલ સર્વેલન્સમાં પતિ અને પત્ની મુંબઇમાં ઘોડ બંદર રોડના હિરા નંદાની એસ્ટેટમાં રહેતા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ફર્લોની ટીમ મુંબઇ રવાના થઈ અને દોઢ-બે દિવસ ત્યાં વોચ ગોઠવી હતી. સ્થાનિક પોલીસની મદદથી ફર્લોની ટીમે હિરા નંદાની એસ્ટેટમાં 6 મહિનાથી રહેતા પતિ-પત્નીને પકડી કરજણ લઈ આવી હતી. આ સંદર્ભે અલ્પેશ મહિડાએ જણાવ્યું હતું કે, દંપતી ગોત્રી વિસ્તારમાં અગાઉ રહેતા હતાં. બેંકે કંપનીને સિઝ કરી હરાજી કરી હતી. મનોજ શર્મા (ઉં.60) અને મંજુલાબેન (ઉં.58)ના બે પુત્રો વિદેશમાં છે. મુંબઇમાં મહિને તેઓ રૂ.35 હજાર ભાડુ ચુકવતા હતાં. મુંબઇમાં રાજસ્થાન પાસિંગની હોન્ડા સિટી કાર મંજુલાબેનના નામે નોંધાયેલી હતી.