- પ્રસાદ મિલની 500 કરોડની જમીન બિલ્ડરોને 25 કરોડમાં પધરાવાની પેરવી
- 50 ટકા જેટલા કામદારો ન્યાયની આશામાં 40 વર્ષથી રાહ જોતાં મૃત્યુ પામ્યા
- કામદારોની લ્હેણાની રકમ 8 કરોડ નિર્ધારિત કરાઈ હતી
40 વર્ષથી બંધ પડેલી મિલના હક અને વ્યાજની રકમ ન મળતા કામદારોએ વિરોધ કર્યો છે. જેમાં અમદાવાદમાં મજૂર મહાસંગ કાર્યાલય ખાતે મિલના કામદારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 40 વર્ષથી બંધ પડેલી મિલના હક અને વ્યાજની રકમ માટે કામદારોએ વિરોધ કર્યો હતો. 500 કરોડની જમીન 25 કરોડમાં આપી દેવાની સાથે મિલ કામદારો સાથેનો કારમો વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: વર્લ્ડ પાર્કિન્સન્સ ડે: યુવા પેઢીમાં બીમારીના પ્રમાણમાં ચિંતાજનક વધારો
50 ટકા જેટલા કામદારો ન્યાયની આશામાં 40 વર્ષથી રાહ જોતાં મૃત્યુ પામ્યા
ગુજરાત હાઈકોર્ટમાં પ્રસાદ મિલના કામદારોના 40 વર્ષના વિલંબના વ્યાજ સાથે 180 કરોડના લ્હેણાંની રકમ સામે સાત કરોડમાં પતાવટ કરી સ્કીમના નામે 25 કરોડમાં બિલ્ડરોને આપી દેવાની દરખાસ્ત કરાઈ છે, બિલેડરો સાથેના મેળાપીપણામાં મજૂર મહાજનની મંજૂરી એ મિલ કામદારો સાથેનો વિશ્વાસઘાત છે, આ આક્ષેપ બંધ મિલ કામદાર સમિતિએ કર્યો છે અને દરખાસ્તના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. મિલની 500 કરોડની જમીન બિલ્ડરોને સસ્તામાં આપી દેવાની પેરવી થઈ રહી છે. 1983માં પ્રસાદ મિલ બંધ થઈ હતી, 1400 જેટલા કામદાર કામ કરતાં હતા, જેમાંથી અત્યાર સુધીમાં 50 ટકા જેટલા કામદારો ન્યાયની આશામાં 40 વર્ષથી રાહ જોતાં મૃત્યુ પામ્યા છે.
કામદારોની લ્હેણાની રકમ 8 કરોડ નિર્ધારિત કરાઈ હતી
1986માં મિલનું લિક્વિડેશન જાહેર થયેલું અને કામદારોની લ્હેણાની રકમ 8 કરોડ નિર્ધારિત કરાઈ હતી, મિલની મશીનરી, બિલ્ડિંગ તેમજ અન્ય મિલકતો વેચતા તેમાંથી કામદારોને તેમના હિસ્સાની ફક્ત 10થી 12 ટકા રકમ મળી હતી. બાકીના નાણાં જમીનના વેચાણથી મળે તેવી સ્થિતિ હતી પરંતુ મિલની જમીન લીઝની જમીન હોવાથી કાયદાની આંટીઘૂંટીમાં સપડાઈ હતી, કોઈ પણ સ્કીમ મૂકતા સમયે જે તે લેણદારોને જનરલ બોડીની મિટિંગ બોલાવી સ્કીમ અંગેની સમજ અને મંજૂરી ફરજિયાત હોવા છતાં મજૂર મહાજન સંઘ દ્વારા છાના ખૂણે કામદારોને વિશ્વાસમાં લીધા સિવાય સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.