ઉધઇ તમારુ લાખોનું ફર્નિચર ખાઇ જાય તે પહેલા અજમાવો આ ઘરેલુ નુસખા
- ઉધઇ છે લાકડાનો સૌથી મોટો દુશ્મન
- જો ધ્યાન નહીં રાખો તો ફર્નિચર થશે ખરાબ
- મોંઘી દવાઓના બદલે અજમાવી શકો છો ઘરેલુ નુસખા
દરેક ઘરમાં લાકડાનું ફર્નિચર હોય છે. તેનાથી ઘરનું ઇન્ટિરિયર પણ સુંદર દેખાય છે. સાગ જેવા લાકડાનું ફર્નિચર બેસ્ટ માનવામાં આવે છે. તે ખુબ મોંઘુ પણ આવે છે. તેથી તેની પર ધ્યાન આપવુ પણ ખુબ જરૂરી છે. નહીં તો ફંગસ, ઉધઇ જેવા કીટાણું તેમાં લાગી જાય છે અને તેને અંદરથી ખોખલુ કરી દે છે.
ઉધઇ લાકડાનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. જો તે કોઇ ફર્નિચરમાં લાગી જાય તો તમને ખ્યાલ પણ ન આવે તેવી રીતે રાતોરાત ફર્નિચર ચટ કરી જાય છે. તમારુ ફર્નિચર ખવાઇ જાય છે. જો તમારા ઘરમાં પણ લાકડાનું ફર્નિચર હોય અને તમે પણ ઉધઇથી પરેશાન હો તો આ ઘરેલુ નુસખા અજમાવો અને મોંઘી મોંધી ઉધઇની દવા છંટાવાના ખર્ચથી પણ બચો.
લીમડાનું તેલ
લીમડામાં કીટનાશક ગુણો હોય છે. પહેલાના સમયમાં કીટાણું ભગાડવા માટે તેનો ઉપયોગ થતો હતો. જો તમારા લાકડાના ફર્નિચરમાં ઉધઇની સમસ્યા હોય તો તમે પણ લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે ઉધઇ લાગેલી દેખાય એવી જગ્યાઓએ લીમડાના તેલનો છંટકાવ કરી દો. બે-ત્રણ દિવસ સુધી આમ કરશો તો બધી ઉધઇના જીવડાં મરીને બહાર નીકળી જશે.
વ્હાઇટ વિનેગર
વ્હાઇટ વિનેગરમાં હળવુ એસિડ રહેલુ છે. તેથી તેનાથી સફાઇ કરવાથી તે નાના નાના જીવડા કે કીટાણુંઓને ખતમ કરવાની તાકાત ધરાવે છે. વ્હાઇટ વિનેગરને લીંબુના રસ સાથે મિક્સ કરીને ફર્નીચરમાં ઉધઇ લાગી હોય તેવી જગ્યાઓ પર સ્પ્રે કરો.
લવિંગનું તેલ
લવિંગનું તેલ પણ ઉધઇ ખતમ કરવા માટે બેસ્ટ છે. ઉધઇને નષ્ટ કરવા માટે એક કપ પાણીમાં 6-7 ટીપા લવિંગનું તેલ મિક્સ કરીને ઉધઇની સુરંગ પર બે-ત્રણ દિવસ નિયમિત છંટકાવ કરો, તેના કારણે ઉધઇ નાશ પામશે.
એલોવીરા
એલોવીરા એક ઔષધીય ઝાડ છે. તે હેલ્ધી રાખવાની સાથે સાથે કીટાણુંઓને મારવાનું કામ પણ કરે છે. આવા સંજોગોમાં ઉધઇથી છુટકારો મેળવવા માટે એલોવેરાના ઝાડના તાજા પત્તા તોડીને તેને સારી રીતે પીસીને તે ભાગ પર લગાવી દો જ્યાં ઉધઇ છે. બે-ત્રણ દિવસમાં ઉધઇ જાતે નીકળીને ભાગી જશે.
સાબુનુ પાણી
સાબુમાં ઝેરી કેમિકલ્સ હોય છે. કીટાણુઓ પર તેનો છંટકાવ કરવાથી તે મરી જાય છે. તમે કોઇ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર ઉધઇમાંથી છુટકારો મેળવવા ઇચ્છો છો તો ઘરમાં રહેલો કોઇ પણ સાબુ કે લિક્વિડ શોપ ત્રણ કપ પાણીમાં ભેળવીને ઉધઇ હોય ત્યાં છાંટી દો.
આ પણ વાંચોઃ ક્યારે છે અખાત્રીજ? કેમ હોય છે ખાસ?