ટ્રેન્ડિંગધર્મ

ક્યારે છે અખાત્રીજ? કેમ હોય છે ખાસ?

  • 22 એપ્રિલ શનિવારના રોજ અક્ષય તૃતિયા મનાવવામાં આવશે.
  • આ દિવસે મુલ્યવાન વસ્તુઓની ખરીદી કરાય છે.
  • અખાત્રીજના દિવસે બાંકે બિહારીના ચરણના દર્શન થાય છે.

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસને અખાત્રીજ કહેવાય છે. આ દિવસનું ખુબ મહત્ત્વ હોય છે. આ દિવસને અક્ષય તૃતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય ન થાય તે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતિયાનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે અખાત્રીજ 22 એપ્રિલ શનિવારના રોજ મનાવાશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન પરશુરામ, નર-નારાયણ અને હયગ્રીવનો અવતાર થયો હતો.

અખાત્રીજને ઘાર્મિક દ્રષ્ટિથી ધન તેરસ અને દીવાળી સમાન પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે શુભ અને મુલ્યવાન વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. પુરાણોમાં અક્ષય તૃતિયાની તિથિને તહેવારની જેમ મનાવવા પાછળ અનેક કારણો બતાવાયા છે.

ક્યારે છે અખાત્રીજ? કેમ હોય છે ખાસ? hum dekhenge news

શું છે અખાત્રીજનું મહત્ત્વ

અખાત્રીજના દિવસે સતયુગ, ત્રેતા અને કલયુગનો આરંભ થયો હતો. દ્વાપર યુગની સમાપ્તિ પણ આ જ દિવસે થઇ હતી. અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની ઉપાસના કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પુરાણો અનુસાર રાજા ભગીરથે માં ગંગાને ધરતી પર લાવવા હજારો વર્ષો સુધી કઠોર તપ કર્યુ હતુ. શિવજીના આશીર્વાદ અને રાજા ભગીરથના સફળ તપના કારણે અક્ષય તૃતિયાના દિવસે માં ગંગા પૃથ્વી પર અવતરિત થઇ હતી. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે.

ક્યારે છે અખાત્રીજ? કેમ હોય છે ખાસ? hum dekhenge news

બદ્રીનાથ અને બાંકે બિહારીના દર્શન

અક્ષય તૃતિયા પર ચાર ધામમાંથી એક ભગવાન શ્રી બદ્રીનાથના પટ ખુલે છે. સાથે મથુરામાં શ્રી બાંકે બિહારીના ચરણોના દર્શન કરાવવામાં આવે છે. આખુ વર્ષ બાંકે બિહારીના પગ વસ્ત્રોથી ઢંકાયેલા રહે છે. એવુ કહેવાય છે કે આ દિવસે જે તેમના પગના દર્શન કરે છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે છે.

માં અન્નપુર્ણાનો જન્મોત્સવ અને અક્ષય પાત્રની પ્રાપ્તિ

પુરાણો અનુસાર અન્નની દેવી ગણાતી માં અન્નપુર્ણાનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. એવી માન્યતા છે કે માં અન્નપુર્ણાની પુજા અને ધન-અન્નનું આ દિવસે જે વ્યક્તિ દાન કરે છે, તેના ઘરે અન્નના ભંડારો ખુટતા નથી. આ શુત્ર દિવસે જ યુદ્ધિષ્ઠિરને અક્ષય પાત્રની પ્રાપ્તિ થઇ હતી. મહર્ષિ વેદવ્યાસે આજના દિવસે જ મહાભારત લખવાનું શરૂ કર્યુ હતુ. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે.

આ પણ વાંચોઃ કોરોના બાદ ચીનમાં નવા વાયરસનો કહેર ! H3N8 બર્ડ ફ્લુથી પ્રથમ મોત

Back to top button