વર્લ્ડ

કોરોના બાદ ચીનમાં નવા વાયરસનો કહેર ! H3N8 બર્ડ ફ્લુથી પ્રથમ મોત

Text To Speech
  • H3N8 નામના બર્ડ ફ્લૂ વાયરસનો ચીનમાં કહેર 
  • H3N8 બર્ડ ફ્લૂથી સંક્રમિત  56 વર્ષીય મહિલાનું મોત
  • H3N8 ફ્લૂ વાયરસ સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે

ચીનમાં એક નવા વાયરસે તબાહી મચાવી દીધી છે. અહીં H3N8 નામના બર્ડ ફ્લૂ વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ચીની મીડિયાના અહેવાલો અનુસાર, દક્ષિણ ચીનના ઝોંગશાન શહેરમાં એક 56 વર્ષીય મહિલા H3N8 બર્ડ ફ્લૂથી સંક્રમિત હતી અને સોમવારે તેનું મૃત્યુ થયું હતું.

H3N8 બર્ડ ફ્લૂથી સંક્રમિત 56 વર્ષીય મહિલાનું મૃત્યુ

ચીનમાં વધુ એક વાયરસે પગ પેસારો કર્યો છે. H3N8 નામનો બર્ડ ફ્લૂ વાયરસ ચીનમાં ફેલાઈ રહ્યો છે અને તેના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ચીનના મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ ચીનના શહેર ઝોંગશાનમાં H3N8 બર્ડ ફ્લૂથી સંક્રમિત 56 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે.

મહિલાને અન્ય બિમારીની પણ તકલીફ હતી

WHOએ કહ્યું છે કે H3N8 એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી માનવ મૃત્યુનો આ પહેલો કેસ છે. ગયા વર્ષે માનવ સંક્રમણના બે કેસ નોંધાયા હતા. WHOએ કહ્યું કે મહિલાને ગંભીર ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાનું મોત થયું હતું. તેમને કેન્સર સહિત અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી.

H3N8 બર્ડ ફ્લુ-humdekhengenews

મહિલા પશુ બજારમાં મરઘાંના સંપર્કમાં આવી

WHOએ વધુમા કહ્યું કે તેને આ માહિતી સીવિયર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (SARI) ઓબ્ઝર્વેશન સિસ્ટમ દ્વારા મળી છે.ત્યારે દર્દીના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિને ચેપ લાગ્યો ન હતો અથવા તેના લક્ષણો પણ જણાયા ન હતા. આ મહિલા બીમાર થતાં પહેલાં પશુ બજારમાં મરઘાંના સંપર્કમાં આવી હતી. તે બજારમાંથી લેવામાં આવેલા નમૂના H3 એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસના હતા. મહિલાના ઘરે લીધેલા સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.

H3N8 ફ્લૂ વાયરસ શું છે ?

H3N8 ફ્લૂ વાયરસ સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે. જો કે, બે વાયરસમાંથી એક વાયરસ ઘોડામાં જોવા મળ્યો છે અને તે ડોગ ફ્લૂનું કારણ બની શકે છે. નવા કેસ ચીનમાં માત્ર ત્રીજા અને વૃદ્ધ વ્યક્તિને સામેલ કરનાર પ્રથમ કેસ છે. આ વાયરસના કારણે પ્રથમ વખત કોઈ વ્યક્તિનું મોત થયું છે.

આ પણ વાંચો : ચોમાસાની પ્રથમ આગાહી, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ, શું અલ નીનો ચોમાસું બગાડશે ?

Back to top button