બનાસકાંઠા: દાંતીવાડાના મારવાડા – ફ્તેપુરાને જોડતા માર્ગ ઉપર મસમોટા ગાબડાં
પાલનપુર: દાંતીવાડા તાલુકાના છેવાડાના વિસ્તારે આવેલા મારવાડા ફ્તેપુરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ ધનાવાડા ગામના રોડ જોડે ગટરના ગંદા પાણીના ખાબોચિયાના કારણે વાહનો રાહદારીઓ સ્કૂલે જવામાં બાળકો હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વાર રજુઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતુ નથી. કોઇ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા ગટરના ભરાતા ગંદા પાણીના નિકાલની સમસ્યાનું નિવારણ કરી તૂટી ગયેલ રોડને રીપેર કરવા માંગ છે.
વાહનો ચાલકો, રાહદારીઓ અને સ્કૂલે જતા બાળકોને હાલાકી
આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામા વાહનો પસાર થાય છે. જેના લીધે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપર ગંદા ગટરના પાણીના લીધે માર્ગ ઉપર પડી ગયેલા મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો વાહન ચલાવતા સમયે હેરાનગતિ ભોગવી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સુમારે પસાર થતા વાહનચાલકોને આ મસમોટા ગાબડાઓનો ખ્યાલ આવતો નથી અને કેટલીકવાર કેટલાક વાહનચાલકો આવા ખાડામાં પટકાતા વાહનોને નુકસાન થતું હોય છે. તો કેટલીકવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: પાલનપુરમાં ટ્રેલર પરનું બોઇલર વીજ વાયરને અડી જતાં ચાલકને લાગ્યો કરંટ