- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ
- ફોરેન ડેલિગેશન સાથે બેઠક અને કર્ણાટક ચૂંટણીના કારણે પ્રવાસ રદ
- 17 એપ્રિલે તમિલ સંગમનો કાર્યક્રમ યથાવત રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો હોવાની વિગતો સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવવાના હતા. અને ગીરસોમનાથમાં તમિલ સંગમ પ્રારંભ કરાવવાના હતા જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવાવા આવી હતી. ત્યારે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ થયો છે.
વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રીલનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના હતા આ દરમિયાન તેઓ સોમનાથ મંદિરની પણ મુલાકાત લેવાના હતા.ત્યારે તેમનો આ ગુજરાત પ્રવાસ રદ થયો છે. ફોરેન ડેલિગેશન સાથે વડાપ્રધાનની બેઠક અને કર્ણાટક ચૂંટણીના કારણે પ્રવાસ રદ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તમિલ સંગમનો કાર્યક્રમ યથાવત રહેશે
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવવાના હતા. અને ગીરસોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા અને જો કે કેટલાક વ્યસ્ત કાર્યક્રમના પગલે તેમનો ગુજરાત પ્રવાસ રદ કરવામા આવ્યો છે. પરંતું 17 એપ્રિલે તમિલ સંગમનો કાર્યક્રમ યથાવત રહેશે.
પ્રવાસ રદ કરવાનું આ છે કારણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થવા પાછળનું કારણ કર્ણાટકમાં યોજાનાર ચૂંટણી છે. તેમના ગુજરાત પ્રવાસના સમય દરમિયાન કર્ણાટકની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના અંતિમ દિવસો હોવાથી વડાપ્રધાન મોદીની હાજરી હોવી જરુરી હોવાથી અને ફોરેન ડેલીગેશન સાથે વડાપ્રધાનની બેઠક હોવાથી વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો છે.
આ પણ વાંચો : ગુજરાતના આ સુંદર બીચ લુપ્ત થવાને આરે, રિપોર્ટમાં થયો ખુલાસો