ગુજરાતીઓ માટે વધુ એક ગર્વ લેવા જેવી વાત બની છે. ઝાયડસ લાઈફ સાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ આર. પટેલે વધુ એક વખત ગુજરાતીઓને ગર્વ અપાવતા મોટા પદે નિમણૂંક કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પંકજ પટેલને સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ મંગળવારે એક્સચેન્જને આ અંગેની માહિતી આપી હતી.
કેબિનેટની નિમણૂક સમિતિએ પંકજ પટેલની નિમણૂકની મંજૂરીના નોટિફિકેશનની તારીખથી ચાર વર્ષમાટે અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય તે માટે નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
પંકજ પટેલ હાલ બોર્ડ ઓફ ગર્વનર્સ એન્ડ સોસાયટી- IIM ઉદયપુરના ચેરમેન તેમજ બોર્ડ ઓફ ગર્વનન્સ ઓફ ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્જ- IIM અમદાવાદના સભ્યપદે છે.
આ ઉપરાંત તેઓ અન્ય કેટલીક ઓર્ગેનાઈઝેશન જેમકે ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીરિંગ ગ્રૂપ (MSG)ના સભ્ય છે. તો સ્વાસ્થ્ય મંત્રાલયના ડ્રગ ટેક્નિકલ એડવાયઝરી બોર્ડના સભ્ય પણ છે.