કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અક્સ્માત, બાળકો સહિત 25 લોકો ઈજાગ્રસ્ત, 5ની હાલત ગંભીર

Text To Speech
  • ધોલેરા-ભાવનગર હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો
  • કુલ 10 બાળકો સહિત 32 લોકો ગાડીમાં હતા સવાર
  • ઈજાગ્રસ્તોને ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખસેડાયા

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શ્રમિકો ભરેલી ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો . જેમાં 20 લોકોને સામાન્ય ઈજા અને 5 લોકોને ગંભીર ઈજા પહોચી હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માત

ધોલેરા-ભાવનગર હાઈવે પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહીતી મુજબ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા અને બાવલિયાળી પાસે એક તુફાન ગાડીનું ટાયર ફાટ્યું હતું.આ ગાડીનું ટાયર ફાટતા જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.

ભાવનગર સર.ટી.હોસ્પિટલ-humdekhengenews

ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ

આ તુફાન ગાડીમાં કુલ 10 બાળકો સહિત 32 લોકો સવાર સવાર હતા.જેમાંથી અકસ્માતમાં 20 લોકોને સામાન્ય ઈજા જ્યારે 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ તુફાન ગાડીમાં મોટા ભાગના શ્રમિકો જ મુસાફરી કરી રહ્યા હતા.જો કે અકસ્માતની આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિના મોતના અહેવાલ મળ્યા નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો

Back to top button