અમદાવાદગુજરાત

અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો

Text To Speech
  • પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે તો તેને અંતિમસંસ્કાર માટે ન બોલાવવા લખ્યુ
  • અંતિમ સંસ્કાર મિત્ર અને કુંટુબી ભાઈ કરે તેવી ઈચ્છા વ્યકત કરી
  • બનાવની જાણ થતાં પુત્ર અક્ષત કેનેડાથી રવાના થયો

હાલ ગાંધીનગર ખાતે રહેતા અને અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે આપઘાત કર્યો છે. તેમણે કામના ભારણથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં છેલ્લી બે ઈચ્છા સુસાઈડ નોટમાં જણાવી છે. નિમેષ શાહ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા હતા. બનાવની જાણ થતાં પુત્ર અક્ષત કેનેડાથી રવાના થઈ ચૂક્યો છે. જેનાં આવ્યા સુધી નિમેષભાઈનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-2/ડી ખાતે રહેતા અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ નાનજીભાઈ શાહે આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં ગાંધીનગરમાં જ રહેતા તેમનાં પરિવારજનો દોડી ગયાં હતાં અને દરવાજો તોડી રૂમમાં જોતા સ્તબ્ઘ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

પત્ની પણ પ્રોફેસર તરીકે કરે છે નોકરી

મૃતકના ઘરેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. તેમાં પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે તો તેને અંતિમસંસ્કાર માટે ન બોલાવવા લખ્યુ છે. તથા અંતિમ સંસ્કાર મિત્ર અને કુંટુબી ભાઈ કરે તેવી ઈચ્છા વ્યકત કરી છે. તેમજ પત્ની રુપલ પણ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જેમાં પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. તથા ગાંધીનગર સેક્ટર 2માં નિમેષ શાહ રહેતા હતા. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે આજે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.

Back to top button