ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં નકલી નોટોની હેરાફેરી, તમારા ખિસ્સામાં મૂકેલી નોટો અસલી તો છે ને!

  • ગુજરાતમાં નકલી નોટોની હેરાફેરી વધતા બેંકોમાં ચિંતાનું પ્રમાણ વધ્યું
  • બેન્કો વર્ષે 50 લાખની નકલી નોટો RBIમાં જમા કરાવે છે
  • રોકડમાં 100 અને 500ની બંડલોમાં પાંચથી છ નોટ ડુપ્લિકેટ

ગુજરાતમાં નકલી નોટોની હેરાફેરી વધતા બેંકોમાં ચિંતાનું પ્રમાણ વધ્યું છે. જેમાં બેન્કો વર્ષે 50 લાખની નકલી નોટો RBIમાં જમા કરાવે છે. તેમાં નાના વેપારીઓ, પાનના ગલ્લાવાળાઓને ટાર્ગેટ કરી યેનકેન પ્રકારે નકલી નોટો માર્કેટમાં ચલાવવામાં આવે છે. તેમાં આ પ્રકારે નકલી નોટો ફરતી કરવા આખી ચેનલ સક્રિય છે. તેમાં તમારા ખિસ્સામાં મૂકેલી નોટો અસલી તો છે ને તે જોવું રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતીઓ માટે ઉનાળુ વેકેશન પ્રવાસ મોંઘો થશે

ગુજરાતમાં નકલી નોટોની હેરાફેરી વધતા બેંકોમાં ચિંતાનું પ્રમાણ વધ્યું

ગુજરાતમાં નકલી નોટોની હેરાફેરી વધતા બેંકોમાં ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને બેંકોમાં મોટી રકમ જમા થવા આવતી રોકડમાં 100 અને 500ની બંડલોમાં પાંચથી છ નોટ ડુપ્લિકેટ આવતી હોવાનું બેંકના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે. ગુજરાતમાં સરકારી- ખાનગી અને કો-ઓપરેટિવ સહિતની બેંકો વર્ષે દહાડે આરબીઆઈમાં રૂ 50 લાખની નકલી નોટો જમાં કરાવે છે, જેમાં સૌથી વધુ 500ની નોટોનો સમાવેશ થાય છે. બેંક સાથે સંકળાયેલા સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, નવી નોટોમાં જે પ્રકારના કલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં સરળતાથી ડુપ્લિકેશન થઇ રહ્યું છે. બજારમાં યેનકેન પ્રકારે નકલી નોટો ફરતી કરવા એક આખું નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું છે. પાનના ગલ્લા અન્ય નાના વેપારીઓને ટાર્ગેટ કરી આ નકલી નોટો પધરાવવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશનની આવક જાણી રહેશો દંગ 

હાલમાં માર્કેટમાં 2,000ની નોટ ઊંચું ચલણ હોવાથી નોટોની અછત

આરબીઆઈના ઉચ્ચ અધિકારીએ ગંભીર સંકેત આપતા જણાવ્યું કે, હાલમાં માર્કેટમાં 2,000ની નોટ ઊંચું ચલણ હોવાથી નોટોની અછત છે. જેનું કારણ એ છે કે સરકારે આ નોટોનું પ્રિન્ટિંગ ખૂબ જ ઓછું કર્યું હોવાથી બેંક અને માર્કેટમાં ઓછી જોવા મળશે જેના કારણે અન્ય નોટોની સરખામણીએ 2,000 નોટનું ડુપ્લિકેશન પ્રમાણમાં ઓછું થાય. આરબીઆઈની સ્ટેટ લેવલ સિક્યુરિટી કમિટી અમુક સમયના અંતરે તમામ બેંકો સાથે એક મિટિંગ કરે છે.

આ પણ વાંચો: વિદ્યાંજલિ યોજનામાં તજજ્ઞો હવે શાળામાં શિક્ષણ સેવા આપી શકશે

નકલી નોટો વટાવવા આંતરરાજ્ય ટોળકી નવી મોડસ ઓપરેન્ડી સાથે કાર્ય કરે છે

નકલી નોટો વટાવવા આંતરરાજ્ય ટોળકી નવી મોડસ ઓપરેન્ડી સાથે કાર્ય કરે છે. આ ટોળકી રેલવે સ્ટેશન કે એસટી બસ સ્ટેન્ડ પાસે ઉતરે છે અને ત્યાંના નાના વેપારીઓને આ નકલી નોટો પધરાવી દે છે. આ સ્થળોએ ભીડ હોવાથી વેપારીઓ નોટ ચેક કરવાનું ટાળી દે છે. કેટલાક અશિક્ષિત હોય છે એટલે તેમને નકલી નોટો વિશે ખ્યાલ આવતો નથી. આમ આ ટોળકી સહેલાઈથી નકલી નોટો વટાવીને ત્યાંથી જ પરત જતી રહે છે. જોકે કેટલાક વેપારીઓને જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. એસટી પર એક વેપારી પાસે નકલી નોટ વટાવવાનો પ્રયાસ કર્યો તો તેણે આ નકલી નોટને પરખી લીધી હતી. જોકે તેણે સામે રૂ. 200ની નકલી નોટ અમને પધરાવી ગયું હોવાનું કહી હૈયાવરાળ ઠાલવી હતી.

Back to top button