ગુજરાત

વડોદરામાં અકસ્માત : ST બસ-બાઇક વચ્ચેના ટક્કરમાં બે સગા ભાઈઓ સહિત 3ના મોત

Text To Speech
  • હાલોલ રોડ ઉપર ગતરાતે ઘટના બની
  • કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં બાકીના લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

વડોદરામાં હાલોલ રોડ પર અકસ્માતમાં 3 ના મોત થયા છે. જેમાં ST બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 ના મોત થયા છે. કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતમાં ત્રણ બાઈક સવારના ઘટનાસ્થળે મોત થયા છે. તથા જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતક 3 યુવાનો વાઘોડિયાના ગણેશપૂરા ગામના હતા તથા બે સગા ભાઈ તેમજ એક મિત્રનું અકસ્માતમાં મોત થયુ છે.

વડોદરામાં અકસ્માતમાં ત્રણના  મોત
વડોદરામાં અકસ્માતમાં ત્રણના મોત

ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

ઉલ્લેખનીય છે કે વડોદરા હાલોલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક પર સવાર ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. એસટી બસ વડોદરાથી હાલોલ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. બીજી તરફ આ બનાવના પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહોને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથધરી

રાજ્યભરમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે રવિવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડોદરાના હાલોલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં સર્જાયો છે જેમાં બાઈક પર સવાર ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથધરી છે.

Back to top button