ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા પાસેથી માદક દ્રવ્ય સાથે રાજસ્થાની શખ્શ ઝડપાયો

Text To Speech

પાલનપુર: ડીસા પાસેથી વધુ એકવાર માદક પદાર્થ સાથે એક પકડાયો છે. જેમાં ભીલડી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ડીસા હાઇવે પર નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન ડીસા તરફથી આવી રહેલ એક શંકાસ્પદ બાઈકને થોભાવી ચાલકની તલાશી લેતા પ્લાસ્ટિકની થેલીમાં બિનઅધિકૃત પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે પોસડોડા સહિત 62 હજાર રૂપિયાનો મુદામાલ જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો :બનાસકાંઠા: વડગામના ટીમ્બાચુડી ગામના ખેડૂતે 2 વીઘા હળદરના વાવેતરમાંથી 1200 કિ.લો. સૂકો હળદર પાવડર મેળવ્યું ઉત્પાદન

જ્યારે મૂળ રાજસ્થાનનો રહેવાશી અને હાલ ડીસાના પ્રીતમ નગર ખાતે રહેતા 54 વર્ષીય બાઈક ચાલક હરદાન ગોમદાજી વિશ્રોઈને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દિધો છે. પોલીસે અત્યારે આરોપીની અટકાયત કરી આ પોસડોડા ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button