ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો અચાનક હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં એવી જ બે ઘટનાઓ સામે આવી છે જેમાં એક 27 વર્ષીય યુવક અને એક સરકારી બસનો ડ્રાઈવર હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો : Corona Update : કોરોના બન્યો ખતરનાક ! 24 કલાકમાં 5880 કેસ, 14ના મોત
મળતી માહિતી મુજબ સુરતમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. જેમાં યુવક હોટલમાંથી જમીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે ચાલુ બાઇકે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુઃખાવો ઉપડ્તા યુવકને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. તો બીજી ઘટનામાં પણ કઈક એવું બન્યું કે રાધનપુર બસ ડેપોમાં બસના ડ્રાઇવરને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્તા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે દેશમાં છેલ્લા ઘણા સમયથી આવા બનાવ આ વિવિધ જગ્યાએ બની રહ્યા છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે.