ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: શિક્ષિકાને લગ્નની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર ગેંગ પકડાઈ

Text To Speech
  • લંડનના ડોક્ટર સાથે લગ્નની લાયમાં શિક્ષિકાએ 17 લાખ ગુમાવ્યા
  • ઠગ ટોળકીએ એરપોર્ટ પર ફસાઇ ગયા હોવાનું કહી નાણાં મંગાવ્યા હતા
  • દિલ્હી એરપોર્ટ ઉપર એડમિન ઓફિસની બોલતી હોવાનું જણાવ્યું

લંડનના ડોક્ટર સાથે લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. તથા દિલ્હી એરપોર્ટ ઉપર ફસાઇ ગયાનું કહી નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારે સાઇબર સેલે આ ગુનામાં નાઇજીરિયન ગેંગને પકડી પાડી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વિવાદિત કંપનીઓને બ્રિજની તપાસ પેનલમાં સમાવેશ કરાયો

લંડનના ડોક્ટર સાથે લગ્નની લાયમાં શિક્ષિકાએ 17 લાખ ગુમાવ્યા

લંડનના ડોક્ટર સાથે લગ્નની લાયમાં શિક્ષિકાએ 17 લાખ ગુમાવ્યા હતા. ઠગ ટોળકીએ દિલ્હી એરપોર્ટ પર ફસાઇ ગયા હોવાનું કહી નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. સાઇબર સેલે આ ગુનામાં નાઇજીરિયન ગેંગને પકડી પાડી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી પ્રમાણે મુગલીસરા વિસ્તારમાં રહેતી 37 વર્ષીય શિક્ષિકાએ લગ્ન માટે પોતાનો બાયોડેટા શાદી ડોટ કોમ ઉપર મૂક્યો હતો. ગત 11મી જાન્યુઆરીએ તેને ફોન આવ્યો હતો. પ્રશાંત પીટર તરીકે ઓળખ આપનારે પોતે મૂળ ચેન્નઇનો વતની હોવાનું હાલ લંડનમાં ઓબસ્ટેટ્રીશિયન અને ગાયનેકની ડિગ્રી ધરાવતો હોવાનું જણાવ્યું હતું. પોતે તેની સાથે લગ્ન કરવા ભારત આવનાર હોવાનું જણાવી આ શિક્ષિકાને ફસાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારમાં રૂ.13.83 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન બનશે

દિલ્હી એરપોર્ટ ઉપર એડમિન ઓફિસની બોલતી હોવાનું જણાવ્યું

19મી એક ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ પોતાનું નામ નતાશા અને તે દિલ્હી એરપોર્ટ ઉપર એડમિન ઓફિસની બોલતી હોવાનું જણાવ્યું હતું. પ્રશાંત પીટર, તેના પિતા અને બહેન સાથે લંડન કરન્સીની ડી.ડી. લાવ્યો હોઇ તેમને દંડ તથા ચાર્જિસ ભરવો પડશે તેમ જણાવી RTGSથી ત્રણ એકાઉન્ટમાં 17.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરાયાનો ખ્યાલ આવતાં આ શિક્ષિકાએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં સાયબર સેલે પ્રિન્સ ચીનાચરમ, શાલીની પ્રિન્સ ચીનાચરમ, પાસ્કલ ગૌલ્લાવગુઇ (ત્રણેય રહે. ચાંદનીચોક, દિલ્હી), ઉબસીનાચી કેલી અનાગો, જોસુઆ ચીમા કાલુ, ક્રિશ્ટીયન એન્થોની મડુનેમે ( ત્રણેય રહે. ગ્રેટર નોઇડા) અને મો.ઇરફાન નીસાર (રહે. બરેલી, યુપી)ની ધરપકડ કરી હતી. નાઇજીરિયન આ ગેંગ અંગે પોલીસ આવતીકાલે સત્તાવાર ખુલાસો કરશે.

Back to top button