- ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી- ‘રેરા’એ સરકારને કર્યુ સુચન
- શહેરોમાં બાંધકામના કચરાના નિકાલ માટે નવી રીતો શોધવાની જરૂર
- ડ્રેનેજ લાઈન કે ચેનલ પુરી દેવાય તો ઓછા વરસાદમાં પણ પૂર વારંવાર આવશે
અમદાવાદ શહેરોમાં બાંધકામના કચરાના નિકાલ માટે નવી રીતો શોધવાની જરૂર છે તેમ રેરાએ જણાવ્યું છે. તેમજ જમીનો ભરીને ઊભી થતી ઇમારતો તૂટી પડવાની સંભાવના વધુ છે. તથા રસ્તા, ડ્રેનેજ, જળાશયોને ડમ્પિંગ સાઇટ બનાવવાથી વરસાદમાં પૂર વધ્યું છે. તથા જમીનોમાં ક્ષાર વધ્યો છે. તેમજ ફૂડચેઈન મારફતે કચરામાં રહેલા દ્રવ્યો શાકભાજીમાં પાછા આવે છે.
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી- ‘રેરા’એ સરકારને કર્યુ સુચન
શહેરોમાં બાંધકામના કચરાને રસ્તા ઉપર, ડ્રેનેજ ચેનલ, નીચાણ વાળા જળાશયોમાં નાખવાને કારણે વરસાદમાં પુર અને જમીનોમાં ક્ષાર વધ્યો છે. એ જ કારણોસર ક્યાંકને ક્યાંક બાંધકામને પણ અસર થઈ રહી છે. આથી, રાજ્યની તમામ શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, વિકાસ સત્તા મંડળ અને સરકારે સ્વંય બાંધકામના કચરાના નિકાલ માટે નવી રીતો શોધવી જોઈએ. આવુ સચન ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી- ‘રેરા’એ સરકારને કર્યુ છે.
એકવાર ડ્રેનેજ લાઈન કે ચેનલ પુરી દેવાય તો ઓછા વરસાદમાં પણ પૂર વારંવાર આવશે
રેરા’ના વાર્ષિક અહેવાલમાં કહેવાયુ છે કે, વર્ષ 2001ના ભૂંકપમાં નીચાણવાળા ક્ષેત્રોની જમીનને ભરીને તૈયાર કરવામાં આવેલા વિસ્તારોમાં ઉભી થયેલી ઈમારતો તુટી પડવાની સંભાવના સૌથી વધુ હતી. હાલમાં ચાલતા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટની આ સૌથી સ્પષ્ટતા નકારાત્મક બાહ્યતા પૈકી એક છે. જેના પરીણામે હવે ઘણી ઓછી ડ્રેનેજ ચેનલ (કુદરતી વહેણ) બચવા પામી છે. એકવાર ડ્રેનેજ લાઈન કે ચેનલ પુરી દેવાય તો ઓછા વરસાદમાં પણ પૂર વારંવાર આવશે. જમીનમાં ક્ષારનું પ્રમાણ પણ વધશે. આથી આવા બાંધકામના કચરાના નિકાલ માટે યોગ્ય પ્રક્રિયા કરવા નવી રીતો શોધવાની જરૂર છે.
ફૂડચેઈન મારફતે કચરામાં રહેલા દ્રવ્યો શાકભાજીમાં પાછા આવે છે
નર્મદા કે અન્ય કોઈ પ્રકારના જળસ્ત્રોતમાંથી પાણી માંગતી દરેક સોસાયટીમાં જૈવિક અને અન્ય કચરા નિકાલ માટેની પ્રક્રિયા અનિવાર્ય હોવી જોઈએ. પણ જ્યાંથી કચરો ઉત્પન્ન થાય છે ત્યાં જ તેને અલગ પાડવાની વ્યવસ્થામાં ખાસ કોઈ કામગીરી થતી નથી. મ્યુનિસિપલ સહિતના કચરો એકત્ર કરતા કોન્ટ્રાક્ટરો ભીના- સૂકા કચરાથી આગળ વધ્યુ નથી ! જેના કારણે પ્લાસ્ટીક, પેપર, ઈલેક્ટ્રોનિક (તમામ પ્રકારની બેટરી)ના ધાતુ, દ્વવ્યો શાકભાજી ઉગાડતા ખેતરોમાંથી, જળશાયોના પાણીના ઉપયોગથી ફુડચેઈન મારફતે પરત આવે છે. જે જોખમી છે.