IPL-2023સ્પોર્ટસ

IPL 2023 SRH vs PBKS : હૈદરાબાદ પ્રથમ જીત માટે પ્રયત્ન કરશે, પંજાબ બોલિંગ-બેટિંગમાં મજબૂત

  • સનરાઈઝર્સ હૈદરાબાદ સતત ત્રીજી હાર ટાળવા મેદાનમાં ઉતરશે
  • ભુવનેશ્વર અને કરણ વચ્ચે જોરદાર સ્પર્ધા થશે
  • હૈદરાબાદ છેલ્લી બે સિઝનમાં પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે

આજે સાંજે 7.30 વાગ્યે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે. સતત 2 પરાજયથી પરેશાન સનરાઈઝર્સ હૈદરાબાદ આજે પોતાના ઘરે પંજાબ કિંગ્સ સામે જીતના ટ્રેક પર પાછા ફરવાનો પ્રયત્ન કરશે. આ પહેલા હૈદરાબાદને રાજસ્થાન રોયલ્સે 72 રનથી હરાવ્યું હતું, જ્યારે લખનઉ સુપરજાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદ છેલ્લી બે સિઝનમાં પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે હતું અને આ સિઝનમાં સારી શરૂઆતની આશા હતી, પરંતુ તે સાકાર થઈ શક્યું નહીં.

આ પણ વાંચો : IPL 2023: CSKએ MIને 7 વિકેટે હરાવ્યું, રહાણે-જાડેજાનું શાનદાર પ્રદર્શન

હૈદરાબાદના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન

હૈદરાબાદના બેટ્સમેનોનું હાલ ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે. ટીમમાં ઘણા સારા બેટ્સમેન હોવા છતાં તેઓ અપેક્ષા પ્રમાણે સારું પ્રદર્શન કરી શક્યા નથી. છેલ્લી મેચમાં કેપ્ટન એડન માર્કરમ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. માર્કરમે પોતાની નેશનલ ટીમ દક્ષિણ આફ્રિકા માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ IPL રમવા માટે ભારત આવ્યો છે. તેના સિવાય પાકિસ્તાન સુપર લીગમાં મોટી ઇનિંગ્સ રમનાર હેરી બ્રુકનું બેટ સ્પિનરોએ ધરાસાઈ કર્યું છે. છેલ્લી 2 મેચમાં તેને સ્પિનરોએ આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠીના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે.

આ પણ વાંચો : IPL 2023: રાજસ્થાને દિલ્હીને 57 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર રાજસ્થાનની ટીમ

પંજાબ ટીમના બોલર અને બેટ્સમેન ફોર્મમાં છે

પંજાબ કિંગ્સની વાત કરીએ તો કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સની ટીમ સતત ત્રીજી જીતવાનો પ્રયત્ન કરશે. પંજાબે તેમની બોલિંગ અને બેટિંગ બંનેથી સારું પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ સામે 5 વિકેટથી જીત નોંધાવી હતી.

ભુવનેશ્વર અને કરણ વચ્ચે જોરદાર સ્પર્ધા

પંજાબ કિંગ્સ સામે ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. ભુવનેશ્વર કુમારે પંજાબ સામે 18 મેચમાં 26 વિકેટ લીધી છે. જયારે બીજીબાજુ પંજાબ તરફથી સેમ કરણ શાનદાર ફોર્મમાં છે. તેણે IPLમાં ડાબોરી પેસરો સામે 256.25ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. હૈદરાબાદની ટીમ તેનાથી સતર્ક રહેશે.

આ પણ વાંચો : IPL વચ્ચે પૃથ્વી શૉની વધી મુશ્કેલી, સપના ગિલે નોંધાવી FIR

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ (C), હેરી બ્રુક, હેનરિક ક્લાસેન (WC), વોશિંગ્ટન સુંદર, આદિલ રશીદ/માર્કો જાન્સેન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક.

પંજાબ કિંગ્સ: શિખર ધવન (C), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા (WC), સિકંદર રઝા, શાહરૂખ ખાન, સેમ કરણ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, નાથન એલિસ, અર્શદીપ સિંહ.

Back to top button