ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ભારતમાં પહેલીવાર સુરતના આંગણે યોજાયું “સાડી વોકેથોન” , 15 હજારથી વધુ મહિલાઓએ લીધો ભાગ

Text To Speech
  • ભારતમાં પહેલીવાર સાડી વોકેથોન સુરતમાં યોજાયું
  • 15 હજારથી વધુ મહિલાઓ સાડી પહેરી ત્રણ કિલોમીટર ચાલી
  • CM ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી વાકેથોનનું કરાવ્યું પ્રસ્થાન

સુરતમાં મહિલાઓ માટે અનોખુ વોકેથોન યોજાયું હતું. અલગ અલગ પ્રાંતની મહિલાઓએ પરંપરાગત સાડી પહેરીને વોકેથોનમાં ભાગ લીધો હતો. આ વોકેથોનમાં 15 હજારથી વધુ મહિલાઓ સાડી પહેરીને અલથાણ પોલીસ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ સુધી ત્રણ કિલોમીટર ચાલી હતી. દેશની અંદર પ્રથમ વખત આ રીતનો અલગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાડી વોકેથોન -humdekhengenews

સુરતમાં યોજાયું સાડી વોકેથોન

સુરત ભારતનું ટેક્સ્ટાઇલ હબ ગણવામાં આવે છે ત્યારે સુરતમા આજે મહિલાઓ માટે સાડી વોકથોનનું આયોજન કરવામા આવ્યું હતુ. CM ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી આ વાકેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું.  આ સાડી વોકથોનમાં ભાગ લેવા માટે 15 હજાર જેટલી મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે આજે આ વોકેથોન માટે વિવિધ જગ્યાએથી મહિલાઓ પારંપરીક સાડીમાં સજ્જ થઈ વહેલી સવારે આવી પહોંચી હતી. આ સાડી વોકેથોનમા મહિલાઓ માટે ખાસ પાણીપુરીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સાડી વોકેથોન -humdekhengenews

દેશ વિદેશમાંથી 15 હજારથી વધુ મહિલાઓ થઈ સામેલ

મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભારતમાં પહેલીવાર સુરત ખાતે સાડી વોકેથોનનું આયોજન કરવામા આવ્યું હતું. આ “સુરત સાડી વોકેથોન” નો આજે સવારે પોલીસ ગ્રાઉન્ડ ખાતેથી શુંભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશોની 15,000 મહિલાઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસના મહિલા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સાડી પહેરીને આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના સંયુકત ઉપક્રમે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ મહાનુભવો રહ્યા ઉપસ્થિત

“સુરત સાડી વોકેથોન” કાર્યક્રમમાં સુરતના સાંસદ તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીનીબેન અગ્રવાલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ડાંગ : જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને નડ્યો અકસ્માત

Back to top button